અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. જેદ્દાહથી આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઇ હતી.
અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છેલ્લા બે મહિનામાં અવરનવાર ફ્લાઇટને બોમથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. આમ તો દેશભરમાં છેલ્લા બે મહિનામાં 100 કરતાં પણ વધુ ફ્લાઈટને આ પ્રકારની ખોટી ધમકી મળી ચૂકી છે. તેવામાં અમદાવાદ એરપોર્ટ ઉપરથી જેદ્દાહથી આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કામે ગાલી હતી.













