બોટાદના પાંચપડા વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પાંચપડા વિસ્તારમાં એક જ જ્ઞાતિના લોકો વચ્ચે ઉગ્ર બોલાચારી બાદ મામલે મારામારીએ પહોંચ્યો હતો. જુની અદાવતમાં લાકડીઓ અને પથ્થરોથી એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. બોટાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, બોટાદ શહેરમાં જૂથ અથડામણમાં અનેક લોકો સામસામે આવીને તીક્ષ્ણ હથિયારોથી હુમલા કરતા હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. મારામારીની ઘટનામાં અનેક લોકોને ઇજાઓ પહોંચતી હોય છે. તેવામાં બોટાદ શહેરમાં મારામારીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. બોટાદ શહેરનાં પાંચપડા વિસ્તારમાં નિકું ફ્લેટ પાસે એકજ જ્ઞાતિનાં લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી.













