બોટાદમાં રોડ પર દબાણ હટાવવા તંત્રની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાંત અધિકારીની સૂચનાથી ખસ રોડ સહિત હવેલી ચોકથી દીનદયાળ સુધી દબાણ હટાવવાની કામગીરી કરાઇ છે. લારી, ગલ્લાં સહિતના ગેરકાયદે દબાણો હટાવાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યુ છે.


બોટાદ શહેર માં પ્રાંત અધિકારીની સૂચના મુજબ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. ગઈકાલે બોટાદના આર.એન.બી. વિભાગ હેઠળ આવતા ખસ રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.  આજ રોજ નગરપાલિકા હદ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રોડ રસ્તા પર દબાણ દૂર કરવા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. બોટાદ શહેરમાં રસ્તા પર કેબીન હોય કે લારી-ગલ્લા સહિતનું દબાણકર્તા ના દબાણ દૂર કરવામાં આવ્યા છે.

દબાણકર્તામાં અનેક લોકોએ જાતે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.  ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બોટાદ શહેરના હવેલી ચોકથી દીનદયાળ સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આવતા દિવસોમાં શહેરના અન્ય વિસ્તારમાં પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે તેવું પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીએ જણાવ્યું હતું.

  • Follow us on: