રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા આજી વિસ્તારમાં આવેલી પ્રખ્યાત તન્વી ગોલ્ડ જ્વેલરી શોપમાં ત્રણ અસામાજિક તત્ત્વો હથિયારો સાથે ઘૂસીને ભારે ઉત્પાત મચાવ્યો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

વેપારી લાલજીભાઈ સરધારાનું સારવાર દરમિયાન મોત

રાજકોટના આજી વિસ્તારમાં આવેલી 'તન્વી ગોલ્ડ' જ્વેલરી શોપમાં થયેલી સનસનાટીભરી લૂંટ અને ફાયરિંગની ઘટનામાં એક દુઃખદ અપડેટ સામે આવ્યું છે, જેમાં લૂંટારૂઓ દ્વારા ચલાવવામાં આવેલી ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા વેપારી લાલજીભાઈ સરધારાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ચાર સશસ્ત્ર લૂંટારૂઓ આ જ્વેલરી શોપમાંથી અંદાજે એક કિલો સોનું અને ત્રણ કિલો ચાંદી સહિત કુલ રૂ. 1.5 કરોડની મત્તા લૂંટીને ફરાર થઈ ગયા છે. 

UP Rain (22)

બેફામ ફાયરિંગ અને અંદાજે દોઢ કરોડની મત્તાની લૂંટ

પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, હથિયારધારી લૂંટારુઓએ દુકાનમાં પ્રવેશતાની સાથે જ આતંક મચાવવા માટે બેફામ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ગનપાવડર અને ડરના માહોલ વચ્ચે લૂંટારુઓ શોપમાંથી અંદાજે દોઢ કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના લૂંટીને ફરાર થવામાં સફળ રહ્યા હતા. લૂંટની આ ઘટનાથી વેપારી આખીમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Rajkot News: Tanvi Gold Robbery: 1 Crore Looted, Firing in Aaji Area


ફાયરિંગમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ ગંભીર લૂંટના બનાવ દરમિયાન થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બાદ તરત જ સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક ધોરણે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

Rajkot News: Tanvi Gold Robbery: 1 Crore Looted, Firing in Aaji Area


પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો, આરોપીઓની શોધખોળ શરૂ

ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે નાકાબંધી કરીને સઘન તપાસ શરૂ કરી દીધી છે.

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર (CP), સંયુક્ત પોલીસ કમિશનર (JCP) અને નાયબ પોલીસ કમિશનર (DCP) સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે તપાસ શરૂ કરીને આરોપીઓને ઝડપી પાડવા માટે શહેરભરમાં નાકાબંધી કરાઈ છે અને કમિશનરે સઘન ચેકિંગ કરવાના આદેશો જાહેર કર્યા છે.


તન્વી ગોલ્ડ લૂંટ કેસમાં ફોરેન્સિક તપાસ તેજ, લૂંટારૂઓ પોણો કલાક રોકાયા હોવાનો ખુલાસો

રાજકોટની તન્વી ગોલ્ડ જ્વેલરી શોપમાં થયેલી સનસનાટીભરી લૂંટ અને ફાયરિંગના કેસમાં પોલીસ દ્વારા તપાસનો વ્યાપ વધુ વધારવામાં આવ્યો છે. આ ગુનાની તપાસ કરી રહેલી પોલીસ ટીમ દ્વારા ઘટના સ્થળેથી ફાયરિંગમાં વપરાયેલા કારતૂસનું ખોખું કબજે કરવામાં આવ્યું છે, જ્યારે ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા ઝીણવટભરી વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, ત્રણ લૂંટારૂઓ આરામથી અંદાજે પોણો કલાક સુધી ઘટના સ્થળે રોકાયા હતા. આ પેઢીના સંચાલક બિપીન વીરડિયા હોવાનું સામે આવ્યું છે, અને પોલીસ ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રાજકોટ લૂંટ અને હત્યાના વિરોધમાં 15 ઓક્ટોબર સોની બજાર સવારે 10 થી 12 વાગ્યા સુધી બંધ રહેશે


રાજકોટમાં તાજેતરમાં બનેલી જ્વેલરી શોપની લૂંટ અને હત્યાની ગંભીર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેના વિરોધમાં આવતીકાલે રાજકોટ સોની બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોની વેપારીઓ દ્વારા લૂંટ અને વેપારીની હત્યાની ઘટના સામે ઉગ્ર વિરોધ નોંધાવવા માટે સવારે 10 થી 12 વાગ્યા સુધી પોતાની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ અત્યંત ચોંકાવનારી ઘટનાને પગલે સમગ્ર સોની વેપારી આલમમાં ભારે રોષ અને અસુરક્ષાની ભાવના જોવા મળી રહી છે.