વડોદરા શહેરમાંથી એક અત્યંત હચમચાવી નાખે તેવી દુઃખદ ઘટના સામે આવી છે. વડોદરા શહેરની જાણીતી નરસિંહજીની પોળ વિસ્તારમાં રહેતા એક સોની પરિવારે સામુહિક આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારના ત્રણ સભ્યોએ પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ કરુણ ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

માતા, પુત્ર અને પુત્રીએ ટૂંકાવ્યું જીવન

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકોમાં માતા આરતીબેન સોની, તેમના યુવાન પુત્ર નીલકંઠ સોની અને પુત્રી જેની સોનીનો સમાવેશ થાય છે. પરિવારના આ ત્રણેય સભ્યોએ કોઈ અબૂઝ કારણોસર આત્યંતિક પગલું ભરીને ગળેફાંસો ખાધો હતો. તમને જણાવી દઈએ કે, દોઢ વર્ષ અગાઉ આ પરિવારના મોભી ચેતનભાઈ સોનીનું નિધન થયું હતું અને આજે જ સ્વર્ગીય ચેતન સોનીનો જન્મદિવસ હોવાનું પરિવારના મિત્રોએ જણાવ્યું છે. પિતાના જન્મદિવસે જ પરિવારના બાકીના સભ્યોએ આત્મહત્યા કરી લેતા અનેક તર્ક-વતર્ક વહેતા થયા છે.

https://x.com/sandeshnews/status/2115440653933105555?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2115440653933105555%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

આર્થિક સંકળામણ ન હોવા છતાં પગલું ભરવું નવાઈની વાત: ફેમિલી ફ્રેન્ડ

આ ઘટના અંગે મૃતકોના ફેમિલી મિત્ર જીગ્નેશ સોનીએ જણાવ્યું હતું કે, પરિવારને કોઈપણ પ્રકારની આર્થિક સંકળામણ કે મુશ્કેલી ન હતી. તેમનું આર્થિક પરિભ્રમણ સામાન્ય હતું, છતાં આ પરિવારએ આવું અચાનક કેમ પગલું ભર્યું તે અત્યારે સૌ કોઈ માટે નવાઈ અને રહસ્યની વાત બની ગઈ છે. પરિવારના નજીકના લોકો પણ આ દુર્ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે.

Vadodara Mass Suicide Case: Mother and Two Children Die by Hanging

FSL તપાસ બાદ જ આત્મહત્યાનું સાચું કારણ આવશે બહાર: DCP એન્ડ્રુ મેકવાન

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરાના DCP એન્ડ્રુ મેકવાન પોલીસ ટીમ સાથે તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસને કોલ મળતા જ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમને બોલાવવામાં આવી છે. ઘરની ઝીણવટભરી તપાસ અને FSL ના અહેવાલ બાદ જ આ ત્રિપલ આત્મહત્યા પાછળનું અસલી અને ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: Gujarat Government: દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને મળી શકે છે સારા સમાચાર, 3 ટકા DA વધારવા માટે CMને કરાઈ રજૂઆત