આગામી 9મી સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાઈ રહ્યું છે. ત્યારે આ સત્રમાં હાજર રહેવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન અગાઉ હાઈકોર્ટે તેમના જામીન ફગાવ્યા હતાં અને કોઈપણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.હાઇકોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે,આરોપી સામે લાગેલા આક્ષેપો અને કેસની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે.લોકપ્રતિનિધિ તરીકે આવા ગંભીર ગુનામાં સામેલગીરી અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમને જામીન પર મુક્ત કરવાનો ઇન્કાર કરી અરજી ફગાવી દીધી હતી. પરંતુ હવે વધુ સુનાવણીમાં તેમના શરતી અને વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
સાત દિવસના વચગાળાના અને શરતી જામીન મંજૂર કર્યા
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા અને ધમકી આપવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી પર અગાઉ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી. પરંતુ હવે તેમને હાઈકોર્ટમાંથી સામાન્ય રાહત મળી છે. કોર્ટે તેમના સાત દિવસના વચગાળાના અને શરતી જામીન મંજૂર કર્યા છે. આ ઉપરાંત કોર્ટે તેમને ગાંધીનગર નહીં છોડવા આદેશ કર્યો છે. તેઓ હવે આગામી સમયમાં યોજાનાર વિધાનસભાના સત્રમાં હાજર રહી શકશે. આ ઉપરાંત તેઓ મીડિયા સાથે વાતચીત પણ નહીં કરી શકે.
શું હતો સમગ્ર મામલો?
આ સમગ્ર વિવાદ 2023માં નર્મદા જિલ્લાના બોગાજ ગામ નજીક વન જમીન પરના દબાણ હટાવવાની ઝુંબેશ બાદ શરૂ થયો હતો. આક્ષેપ મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવીને તેમની સાથે મારપીટ કરી હતી, હવામાં ગોળીબાર કરી ધમકાવ્યા હતા અને નાણાંની માગ કરી હતી.આ મામલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી.રાજપીપળાની સેશન્સ કોર્ટે ચૈતર વસાવા સહિતના આરોપીઓને આ કેસમાં દોષિત ઠેરવીને 7 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. આ નીચલી અદાલતના ચુકાદા અને સજા સામે ચૈતર વસાવાએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જોકે, હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દેતાં હવે તેમની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં કાઉન્સેલિંગ ફરજિયાત કરાયુ
આ પણ વાંચોઃ Gandhinagar News: હવે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં કાઉન્સેલિંગ ફરજિયાત કરાયુ
