ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મોડી રાત્રે રાજ્યના સચિવાલયીય અને ક્ષેત્રીય પ્રશાસનમાં વ્યાપક ફેરબદલ કરતાં 28 જેટલા આઈએએસ (IAS) અધિકારીઓની બદલી અને નિમણૂકના હુકમો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં વિવિધ વિભાગોની કામગીરીને વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવાના હેતુથી આ બદલીઓ કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવા (GAS) ના 13 એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી અને નિમણૂકના સત્તાવાર આદેશો જારી કરવામાં આવ્યા છે.

આ બદલીઓમાં રાજ્યના ઉર્જા ક્ષેત્રમાં સૌથી મોટો ફેરબદલ 

UGVCL (ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ)- અતિરિક્ત ચાર્જ સંભાળતા ગૌરાંગ મકવાણા (IAS 2012) ની કાયમી મેનેજિંગ ડાયરેક્ટર (MD) તરીકે નિમણૂક કરાઈ છે.

DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ):- કૌશલ્ય વિકાસના નિયામક કે.જે. રાઠોડ (IAS 2018) ને સુરત ખાતે MD તરીકે મુકાયા છે.

PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ): -વલસાડના આરએસી એમ.ડી. ચુડાસમા (IAS) ને રાજકોટ ખાતે MD નો મહત્વનો પદભાર સોંપવામાં આવ્યો છે.

નવી નિમણૂકોનું સંપૂર્ણ લિસ્ટ વાંચો

ક્રમઅધિકારીનું નામ (IAS)વર્તમાન હોદ્દો / પોસ્ટિંગનવી નિમણૂક / હોદ્દો (New Posting)
1ગૌરાંગ મકવાણાડાયરેક્ટર, GEDA (અતિ. ચાર્જ MD, UGVCL)મેનેજિંગ ડાયરેક્ટર (MD), UGVCL, મહેસાણા
2પ્રભાવ જોશીમ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ મનપાજોઈન્ટ MD, GIDC, ગાંધીનગર
3એચ.જે. પ્રજાપતિમ્યુનિસિપલ કમિશનર, પોરબંદર મનપાજિલ્લા વિકાસ અધિકારી (DDO), અમરેલી
4કે. જે. રાઠોડડાયરેક્ટર, કૌશલ્ય વિકાસ (Skill Development)મેનેજિંગ ડાયરેક્ટર (MD), DGVCL, સુરત
5સુથાર રાજ રમેશચંદ્રCEO, સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA)મ્યુનિસિપલ કમિશનર, પોરબંદર મનપા
6મહેશ શાંતિલાલ જાનીચેરમેન, રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ, અમદાવાદમિશન ડાયરેક્ટર, ગુજ. અર્બન લાઈવલીહૂડ મિશન
7સ્મિત સંતોષ લોઢાજિલ્લા વિકાસ અધિકારી (DDO), દાહોદડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, SMC, સુરત
8કે. પી. જોશીમેનેજિંગ ડાયરેક્ટર (MD), PGVCL, રાજકોટજિલ્લા વિકાસ અધિકારી (DDO), દેવભૂમિ દ્વારકા
9ડી. કે. બ્રહ્મભટ્ટMD, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનજિલ્લા વિકાસ અધિકારી (DDO), ગાંધીનગર
10એમ. પી. પંડ્યારજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગાંધીનગરMD, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન
11હિરેન જિતેન્દ્રભાઈ બારોટપ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, TASP, અરવલ્લીજિલ્લા વિકાસ અધિકારી (DDO), દાહોદ
12બી. કે. જોશીએક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, GIDC, ગાંધીનગરરજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગાંધીનગર
13આર. એન. કુચારાડાયરેક્ટર, DRDA, અરવલ્લી-મોડાસાપ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ
14સી. બી. ગણાત્રાઅંગત સચિવ (PS), રાજ્યકક્ષાના જળસંપત્તિ મંત્રીMD, ગ્રાહક સુરક્ષા અને નાગરિક પુરવઠા નિગમ
15સી. એ. ગાંધીજોઈન્ટ ડાયરેક્ટર, નાગરિક પુરવઠા નિયામક કચેરીપ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર, વડોદરા
16બી. એન. પટેલએક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ગુજરાત ગેસ લિમિટેડએક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ગુજરાત ગેસ લિમિટેડ (IAS કેડર સમકક્ષ સત્તાવાર સ્થાયી)
17એમ. કે. જોશીસચિવ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળCEO, ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (D-SAG)
18એ. કે. જોશીકંટ્રોલર ઓફ હાઉસહોલ્ડ, રાજભવન, ગાંધીનગરMD, ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
19કે. એસ. ઝાલા જોઈન્ટ MD, ગુજરાત પ્રવાસન નિગમ (TCGL)જિલ્લા વિકાસ અધિકારી (DDO), ડાંગ-આહવા
20વી. કે. યાદવનિયામક, વિકસતી જાતિ કલ્યાણ, ગાંધીનગરનિયામક, વિકસતી જાતિ કલ્યાણ (IAS કેડર સમકક્ષ સત્તાવાર સ્થાયી)
21ડી. કે. પટેલOSD, ભૂસ્તરશાસ્ત્ર અને ખનિજ કમિશનર કચેરીડાયરેક્ટર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)
22બી. એચ. પટેલઅધિક કલેક્ટર (સિંચાઈ), વડોદરાMD, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
23આઈ. આર. વાળાસચિવ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ મનપા
24એમ. ડી. ચુડાસમાનિવાસી અધિક કલેક્ટર (RAC), વલસાડમેનેજિંગ ડાયરેક્ટર (MD), PGVCL, રાજકોટ
25ડૉ. બી. એસ. પ્રજાપતિઅધિક કલેક્ટર (નર્મદા), વડોદરાMD, ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ નિગમ, ગાંધીનગર
26વી. જી. પટેલજોઈન્ટ કમિશનર, પ્રાદેશિક વિશ્લેષણ સમિતિ, સુરતઅધિક ગ્રામ વિકાસ કમિશનર, ગાંધીનગર
27એ. કે. વસ્તાણીડાયરેક્ટર, DRDA, રાજકોટનિયામક, રોજગાર અને તાલીમ, ગાંધીનગર
28પી. બી. રાઠોડCEO, ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ, ગાંધીનગરડાયરેક્ટર, કૌશલ્ય વિકાસ (Skill Development)





મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યમાં બદલીઓ

રાજ્યના મહાનગર સેવા સદનોમાં પણ ફેરબદલ કરાયો છે. જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર પ્રભાવ જોશીની GIDCના જોઈન્ટ MD તરીકે બદલી થતાં તેમના સ્થાને સ્પોર્ટ્સ ઓથોરિટીના સચિવ આઈ.આર. વાળાને જૂનાગઢ મનપાના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે પોરબંદર મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિને અમરેલી DDO તરીકે મુકાતા, SUDA ના CEO સુથાર રાજ રમેશચંદ્રને પોરબંદર મનપાના કમિશનર તરીકે પદભાર સોંપાયો છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્મિત સંતોષ લોઢા (DDO, દાહોદ) ને જવાબદારી સોંપાઈ છે.

5 જિલ્લાઓમાં DDOની નિમણૂક

ગામડાંઓ અને જિલ્લાના પ્રશાસનને સુચારુ બનાવવા માટે અમરેલી, દાહોદ, ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા અને ડાંગ-આહવા સહિતના 5 જિલ્લાઓમાં નવા જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) ની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત વિજ્ઞાન, કૌશલ્ય વિકાસ, સામાજિક ન્યાય અને સહકાર વિભાગ હેઠળના વિવિધ રાજ્ય કક્ષાના નિગમો અને બોર્ડના વડા તરીકે અનુભવી IAS અધિકારીઓની તૈનાતી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Vadodara: SSG હોસ્પિટલમાં રોગચાળો વકર્યો, દૈનિક 1800 થી 2000 OPD કેસ નોંધાયા