AMCનું વર્ષ 2026 - 27નું ડ્રાફ્ટ બજેટ મ્યુ.કમિશનર બંછાનિધિ પાની એ આજે રજૂ કર્યું હતું. કોર્પોરેશનમાં 17018 કરોડ નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું . ગત વર્ષ ના ડ્રાફ્ટ બજેટ માં રૂ 3017 કરોડ નો વધારો કરાયો છે. બજેટમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ખાસ જોગવાઈ મૂકવામાં આવી છે. બજેટમાં જાહેર પરિવહન 100% ઇલેક્ટ્રિક કરવાનું AMC નું આયોજન છે.


શહેરમાં નવા 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે

કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાને રાખીને અમદાવાદ શહેરમાં વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી સુવિધાઓ માટે અનેક જોગવાઇઓ બજેટમાં રજૂ કરવામાં આવી છે. શહેરમાં નવા 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. 211 કરોડની જોગવાઈ રાખવામાં આવી છે.

 5 જિમ, 3 સ્વિમિંગ પૂલ અને 35 પ્લે ગ્રાઉન્ડ બનશે

આ ઉપરાંત 5 જિમ, 3 સ્વિમિંગ પૂલ અને 35 પ્લે ગ્રાઉન્ડ માટે રૂ. 100 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે.

બજેટમાં 8 મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકાયો

 બજેટમાં 8 મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકાયો છે, જેમાં બેઝિક સર્વિસ, સસ્ટેનેબિલિટી, હેરિટેજ ઈઝ ઓફ મૂવમેન્ટ, ઇન્ક્લુઝિવ સીટી, સીટી બ્યુટીફિકેશન અને ગવર્નન્સ સીટીઝન સેન્ટ્રિક ફેસિલિટીનો સમાવેશ થાય છે.

જાહેર પરિવહન 100% ઇલેક્ટ્રિક કરવા માટેનું આયોજન

જાહેર પરિવહન 100% ઇલેક્ટ્રિક કરવા માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આયોજન કરી રહ્યું છે.

એલિવેટેડ કોરિડોર બનશે

શહેરમાં ટ્રાફિકની સુગમતા માટે નહેરુનગરથી શિવરંજની, શિવરંજનીથી રામદેવનગર અને ઇસ્કોન બ્રિજ સુધી એલિવેટેડ કોરિડોર માટે રૂ. 1000 કરોડની જોગવાઈ છે. બોપલ SP રિંગ રોડથી ઘુમા સુધી પણ એલિવેટેડ કોરિડોર બનશે.

શહેરને ફાટક મુક્ત કરવા માટે 775 કરોડની જોગવાઈ

શહેરને ફાટક મુક્ત કરવા માટે 775 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ગેરતપુર, વટવા, વિંઝોલ, મણિનગર અને સરખેજને ફાટક મુક્ત કરવાનું સામેલ છે. મેમ્કો જંક્શન, કઠવાડા અને સિલ્વર સ્ટાર ચાંદલોડિયા માટે ફ્લાયઓવર-બ્રિજ બનાવવા રૂ. 225 કરોડની વ્યવસ્થા કરાઇ છે.

ટુરિઝમ સર્કિટ ડેવલપમેન્ટ કરાશે

ટુરિઝમ સર્કિટ ડેવલપમેન્ટ માટે રૂ. 155 કરોડ અને ટેમ્પલ સર્કિટ ફેઝ 3 માટે રૂ. 50 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. ઉપરાંત ભદ્ર પ્લાઝામાં લાઈટ અને સાઉન્ડ શો ચાલુ કરવા મનપા દ્વારા બજેટમાં જાહેરાત કરાઇ છે

શહેરી સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારા થવાની શક્યતા

આ આયોજનને લઇને શહેરમાં શહેરી સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારા થવાની શક્યતા છે અને કોમનવેલ્થ ગેમ્સ 2030ને સફળ બનાવવા માટે શહેર તૈયાર થઇ રહ્યું છે..


આ પણ વાંચો ----


  • Follow us on: