ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ હવે આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ધોરણ 10નું 83.86 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષે 83.08 ટકા હતું. આ વર્ષે ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે છે. જ્યારે દાહોદના મૂન ખેસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74 ટકા પરિણામ જાહેર થયું છે.

નર્મદા જિલ્લો 90.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ

વર્ષ 2026નું ધોરણ 10નું બોર્ડની પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષ કરતાં આ વખતના પરિણામની ટકાવારીમાં વધારો થયો છે. 2025માં 83.08 ટકા પરિણામ આવ્યું હતું જે વર્ષ 2026માં 83.86 ટકા પરિણામ જાહેર થયું છે. ગાંધીનગરના આજોલ કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે. નર્મદા જિલ્લો 90.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ છે.

વિધાર્થીઓનું પરિણામ 80.12 ટકા આવ્યું

પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 76.42 ટકા પરિણામ જાહેર થયું છે. આ વખતે દીકરીઓએ પરિણામમાં બાજી મારી છે. કન્યાઓનું પરિણામ 88.28 ટકા રહ્યું છે. દાહોદના મૂન ખેસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74 ટકા પરિણામ આવ્યું છે. વિધાર્થીનીઓએ ફરી એકવાર બાજી મારી છે. વિધાર્થિનીઓનું પરિણામ 88.28 ટકા જ્યારે વિધાર્થીઓનું પરિણામ 80.12 ટકા આવ્યું છે.A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં વધારો થયો છે.વિદ્યાર્થીઓની સફળતા દરમાં સુધારો થયો છે.

ટોપ ગ્રેડ (A1)માં મોટો ઉછાળો

આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2025માં 6.20 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં. જે વર્ષ 2026માં 6.34 લાખ વિદ્યાર્થીઓ પાસ થયાં છે. આ ઉપરાંત GSOS પરિણામમાં સુધારો જોવા મળ્યો છે. ગત વર્ષ 27.18 ટકા હતું જે આ વખતે 28.22 ટકા આવ્યું છે. આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતા કેન્દ્રોમાં પણ વધારો થયો છે. 2025માં 1574 કેન્દ્રો હતાં જે આ વખતે વધીને 1697 થયાં છે. A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ આ વખતે વધી છે. 2025માં 28055 વિદ્યાર્થીઓ હતાં જે આ વખતે 35508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.  
આ પણ વાંચોઃ Ahmedabad: પાંચ ફુટના અંતરે તાપમાનમાં તફાવત : શહેરના રસ્તાઓ 51 ડિગ્રીએ તપે છે ત્યારે વૃક્ષોની નીચે 15 ડિગ્રીની રાહત