અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરમાં ફરજ બજાવતા 22 પીઆઇની બદલીના હુકમો કર્યો છે.

આ પીઆઇની બદલી


પોલીસ કમિશનરે જે પીઆઇના બદલીના હુકમ કર્યા છે તેમાં કન્ટ્રોલરુમના એચ.એન.પટેલની ગાંધીનગર ખાતે, જી ટ્રાફિકના પીઆઇ વી.ડી.વાઘેલાની ભરુચ ખાતે, એન-ટ્રાફિકના પીઆઇ પી.એ.મારવાડાની જુનાગઢ પીટીસી ખાતે તથા કન્ટ્રોલ રુમના પીઆઇ પી.ટી.ચૌધરીની વડોદરા ગ્રામ્ય ખાતે બદલી કરાઇ છે. 


 પીઆઇની બદલીના હુકમ


ઉપરાંત કન્ટ્રોલ રુમના પીઆઇ ડી.વી.હડાતની સાબરકાંઠા, એસસીએસટી સેલ-1ના પીઆઇ જી.જે.રાવતની સીઆઇડી ક્રાઇમ, વિશેષ શાખાના પીઆઇ બી.એસ.સુથારની સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સ ખાતે, બી-ટ્રાફિકના પીઆઇ જે.એચ.ચૌધરીની જીપીએ કરાઇ ખાતે, તથા ટ્રાફિક વહિવટના પીઆઇ કે.પી.સાગઠીયાની ઇન્ટેલીજન્સ ખાતે બદલી કરાઇ છે


પીઆઇની બદલીથી ઉત્તેજના


તો એસજી-2 ટ્રાફિકના પીઆઇ યુ એચ વસાવાની વડોદરા શહેર ખાતે, એસસીએસટી સેલ-2ના પીઆઇ પી.બી.ઝાલાની સીઆઇડી ક્રાઇમ ખાતે, ટ્રાફિક જેસીપી રીડર પીઆઇ એ.વાય.પટેલની પંચમહાલ ખાતે, વિશેષ શાખાના પીઆઇ નિલેશ કુમાર નવજીભાઇ નિનામાની સીઆઇડી ક્રાઇમ ખાતે, શહેર કોટડા પીઆઇ સુધાકર રાવાભાઇ વળવીની સીઆઇડી ક્રાઇમ ખાતે, રામોલના પીઆઇ શ્રુતિ દેસાઇની સીઆઇડી ક્રાઇમ ખાતે, એલસીબી ઝોન 7ના પીઆઇ યુવરાજસિંહ જાડેજાની સીઆઇડી ક્રાઇમ ખાતે, સોલાના પીઆઇ હિરેનસિંહ ગઢવીની સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સ ખાતે બદલી કરાઇ છે.


શહેરના પીઆઇની સામુહિક બદલી


તો આ સાથે રીવરફ્રન્ટ વેસ્ટ પીઆઇ કેતનકુમાર વાઘેલાની ઇન્ટેલીજન્સમાં બદલી કરાઇ છે. કન્ટ્રોલ રુમ પીઆઇ હરદિપસિંહ જાડેજાની સુરેન્દ્રનગર ખાતે, ચાંદખેડાના પીઆઇ હાર્દિક આહિરની સીઆઇડી ક્રાઇમ ખાતે તથા વટવાના પીઆઇ અસ્મિતા પિપરોતરની જામનગર ખાતે બદલી કરાઇ છે તો કારંજ પીઆઇ કૌશર જલવાણીની સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સ ખાતે બદલી કરાઇ છે.