દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 31મી માર્ચે ફરી એકવાર ગુજરાતની ધરતી પર પધારી રહ્યા છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાનના પ્રવાસની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ મુલાકાત રાજ્ય અને દેશને સુખાકારી તથા વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જનારી સાબિત થશે. વડાપ્રધાન તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન સેમીકન્ડક્ટર પ્લાન્ટથી લઈને હજારો કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરશે.

મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ

વડાપ્રધાન આવતીકાલે સવારે 9:40 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે. ત્યારબાદ સવારે 10:00 કલાકે કોબા ખાતે નવનિર્મિત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. ત્યાંથી તેઓ ગાંધીનગર સચિવાલય હેલીપેડ પહોંચશે અને બપોરે 12:30 વાગ્યે સાણંદ હેલીપેડ પર ઉતરશે. બપોરે 12:45 વાગ્યે સાણંદમાં ભારત માટે અત્યંત મહત્વના એવા 'કેચ સેમીકોન' પ્લાન્ટનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવશે.

બનાસકાંઠાને મોટી ભેટ

સાણંદના કાર્યક્રમ બાદ વડાપ્રધાન બપોરે 2:55 વાગ્યે ફરી અમદાવાદ એરપોર્ટ પહોંચી ત્યાંથી ડીસા જવા રવાના થશે. બપોરે 3:45 વાગ્યે વાવ-થરાદ વિસ્તારના નાણી ગામે વિશાળ જનસભાને સંબોધશે. અહીં તેઓ અંદાજે 19,800 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને સરહદી વિસ્તારના વિકાસને વેગ આપશે. સાંજે 5:05 કલાકે વડાપ્રધાન ડીસાથી સીધા આસામ જવા રવાના થશે.


આ પણ વાંચો---    Himatnagar : આગીયોલમાં જૂની અદાવતમાં હત્યા બાદ આરોપીનું પણ રહસ્યમય મોત થતાં પોલીસ પણ મૂંઝવણમાં