બગદાણા નવનીત બાલધિયા હુમલા કેસમાં મહુવા કોર્ટે જયરાજ આહિર સહિત પાંચ આરોપીઓને જામીન મંજૂર કર્યા છે. ગઇ કાલે મહુવા કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ચાલી હતી અને કોર્ટ દ્વારા ચૂકાદો પેન્ડિગ રખાયો હતો.
કેસના 14 આરોપીઓ શરતી જામીન પર મુક્ત થયા
આ કાર્યવાહી પછી, કેસના 14 આરોપીઓ શરતી જામીન પર મુક્ત થયા છે. અગાઉ 8 આરોપી અને હવે 6 આરોપી મળીને કુલ 14 આરોપીના જામીન મંજૂર થયા છે.
બગદાણા નવનીત બાલધીયા હુમલા કેસે ભારે ચર્ચા જગાવી હતી
રાજ્યમાં બગદાણા નવનીત બાલધીયા હુમલા કેસે ભારે ચર્ચા જગાવી હતી અને આ મામલે એસઆઇટી રચાયા બાદ તપાસમાં જયરાજ આહિરની પણ ધરપકડ કરાઇ હતી
આ પણ વાંચો----- Rajkot : પતિદેવોના વહીવટથી DDO લાલઘૂમ, પંચાયતમાં પતિદેવ વહીવટ કરશે તો તલાટી સામે કાર્યવાહી થશે, અન્ય કોઇની સહી હશે તો પણ કાર્યવાહી










