કેન્દ્રીય બજેટને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ બજેટ રિફોર્મ અને એક્સેસને આગળ વધારતું છે અને વિકસિત ભારતના વિઝન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. મુખ્યમંત્રીએ કહ્યું કે બજેટમાં ત્રણ મુખ્ય કર્તવ્ય પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે, જે દેશના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક સાબિત થશે. ડબલ એન્જિન સરકાર ડબલ વેગથી વિક્સિત ભારત માટે ગુજરાત લીડ લેશે
ટેક્સટાઇલ ક્ષેત્રને આ બજેટથી વિશેષ વેગ મળશે
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ટેક્સટાઇલ ક્ષેત્રને આ બજેટથી વિશેષ વેગ મળશે. ટેક્સટાઇલ ક્ષેત્રમાં ગુજરાત પહેલેથી જ અગ્રેસર છે અને બજેટમાં કરવામાં આવેલી વધારાની જોગવાઇઓથી રાજ્યના ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળશે. સાથે જ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પણ મોટો બૂસ્ટ મળશે, જેના કારણે રોજગાર સર્જનને વેગ મળશે.
બજેટથી ગુજરાતને વિવિધ ક્ષેત્રોમાં સીધો લાભ થશે
કેન્દ્ર સરકારના બજેટથી ગુજરાતને વિવિધ ક્ષેત્રોમાં સીધો લાભ થશે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ સુરક્ષા ક્ષેત્રે કરોડોની ફાળવણીને પણ મહત્વપૂર્ણ ગણાવી. તેમણે ઉમેર્યું કે બજેટમાં મોટા શહેરોની સાથે નાના શહેરોના વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે સંતુલિત વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.
ધોલેરા અને સાણંદ જેવા ઉદ્યોગિક વિસ્તારોમાં ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે બજેટમાં રેલવેના વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ધોલેરા અને સાણંદ જેવા ઉદ્યોગિક વિસ્તારોમાં ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે, જેના કારણે ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે. સાથે જ ગિફ્ટ સિટી હવે દેશનું ફિનટેક હબ બની રહ્યું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સમગ્ર રીતે આ બજેટ ગુજરાત સહિત દેશના વિકાસ માટે દિશાદર્શક સાબિત થશે.
ડબલ એન્જિન સરકાર ડબલ વેગથી વિક્સિત ભારત માટે ગુજરાત લીડ લેશે
મુખ્યમંત્રીએ કહ્યું કે સળંગ 20 વર્ષના ટેક્સ હોલીડે ના કારણે રોકાણકારો સારી રીતે રોકાણ કરી શકશે. બજેટ માં એઆઈ પર ભાર મૂક્યો છે. ૨૦૪૭ સુધી ડેટા સેન્ટર માટે ટેક્સ હોલીડે જાહેર કરવાનો લાભ મળશે.એનીમેશન વિઝ્યુઅલ ઇફેક્ટ સેક્ટર થકી ૨૦ લાખ પ્રોફેશનલ તૈયાર કરવાના છે ત્યાર્ કન્ટેન્ટ ક્રિએટર તૈયાર કરવામાં આવશે.હેરિટેજ સ્થળોના વિકાસ કરવાની પણ જાહેરાત છે જે ગુજરાતને મદદરૂપ થશે. આઈકોનિર ટુરીઝમ પ્લેસ પર ૧૦ હજાર ગાઈડ તૈયાર થશે જેથી રોજગારી ઊભી થશે. ગ્રામીણ માળખામાં એઆઈની મદદ મળશે અને ખેડુતો આધુનિક બનશે.ડબલ એન્જિન સરકાર ડબલ વેગથી વિક્સિત ભારત માટે ગુજરાત લીડ લેશે
સુરત સુધીના નવા ડેડિકેટેડ કોરિડોર થી લોજીસ્ટીક સેવા ઝડપી બનશે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ત્રીજી આર્થિક સત્તા બનવા તરફ ભારત આગળ વધે છે ત્યારે આ બજેટ મહત્વનું છે. કેન્દ્રીય નાણાં મંત્રી એ ૯ મી વખત બજેટ રજૂ કર્યું છે અને બજેટે ૨૦૪૭ ના વિક્સિત ભારતનો મજબૂત પાયો નાખ્યો છે. બજેટમાં ૩ કર્તવ્ય પર ભાર મૂક્યો છે જે વિક્સિત ભારતને બળ આપશે. તેમણે કહ્યું કે ગુજરાત ફાર્મા સ્તરે દેશનું લીડર છે ત્યારે આ સેક્ટર ને બુસ્ટ મળશે અને ટેક્સટાઈલ ક્ષેત્રને વેગ મળશે. તેમણે એમ પણ કહ્યું કે ૪૨.૦૯ લાખ એમએસએમઈ ગુજરાતની બેક બોન છે. એમએસએમઈ નિર્માણ માટે ૧૦ હજાર કરોડની જાહેરાત મોટો ફાયદો કરાવશે. ડિફેન્સ ક્ષેત્ર ૭.૮ લાખ કરોડની ફાળવણી મહત્વની સાબિત થશે અને ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ૨.૦ નો લાભ રાજ્યને મળશે. ધોલેરા અને સાણંદ માં હાઈ ટેક સિસ્ટમ વધુ મજબૂત બનશે ઉપરાંત સુરત સુધીના નવા ડેડિકેટેડ કોરિડોર થી લોજીસ્ટીક સેવા ઝડપી બનશે. રેલ્વે બજેટ માં ગુજરાત ને ૧૭૩૬૬ કરોડની ફાળવણી કરી છે. હાલ ૧,૨૭,૭૪૮ કરોડના પ્રોજેક્ટ હાલ કાર્યરત છે. રાજ્યના ૫ લાખથી વધુ વસ્તીવાળા ટિયર ૨ અને ૩ સિટી ને સિટી ઇકોનોમિક રિજીયન તરીકે વિકસાવાશે અને મ્યુનિસિપલ બોન્ડ માટે લાભ જાહેર કર્યા છે. ગ્રામ્ય હસ્તક ઉદ્યોગ માટે ખાદી, હસ્તકલા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ જાહેર કરી છે જેથી બ્રાન્ડીંગ માં મદદ મળશે
આ પણ વાંચો---- Surendranagar News : સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.539.26 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે