ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય આજે નિવૃત્ત થયા છે. આજે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. રાજ્ય સરકાર નવા DGP અંગે પેનલ તૈયાર કરશે અને નામ સાથેની પેનલ કેન્દ્રમાં મોકલશે. ત્યાર બાદ નવા DGPનું નામ નક્કી થશે. વિકાસ સહાયની નિવૃત્તિ બાદ રાજ્યમાં ઈન્ચાર્જ DGP તરીકે CID ક્રાઈમના વડા ડૉ. કે.એલ.એન. રાવની નિમણૂક કરવામાં આવી છે.


રાજ્યના ઇન્ચાર્જ DGP તરીકે કાર્યરત રહેશે રાવ

આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય નિવૃત્ત થયા છે. તેમનો કાર્યકાળ આજે પૂર્ણ થયો છે. જેથી તેમની જગ્યાએ રાજ્ય સરકારે ઈન્ચાર્જ DGP તરીકે CID ક્રાઈમના વડા ડૉ કે.એલ.એન. રાવની નિમણૂક કરી છે. તેઓ 1992ની બેચના IPS અધિકારી છે. હાલ તેઓ સીઆઈડી ક્રાઈમના વડા તરીકે કાર્યરત છે. તેમણે MSC અને Phd સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ઓક્ટોબર 2027માં નિવૃત્ત થશે. 

CID ક્રાઇમના વડા ડો.કે.એલ.એન રાવ DGPની રેસમાં મોખરે

વિકાસ સહાયની નિવૃત્તિ બાદ ગુજરાતના 40મા પોલીસ વડા કોણ તે અંગે હજી સસ્પેન્સ યથાવત છે. રાજ્ય સરકારે રાજ્યના ઈન્ચાર્જ ડીજીપીની નિમણૂક કરી છે. આ રેસમાં અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક, સીઆઈડી ક્રાઈમના વડા ડો. કે.એલ.એન. રાવ અને ભારતી બોર્ડના અધ્યક્ષ ડો નિરજા ગોટરૂ સામેલ છે. હવે કેન્દ્રમાંથી પસંદગી આવ્યા બાદ નવા DGPની નિમણૂક કરવામાં આવશે. 




 



  • Follow us on: