ગાંધીનગરમાં દુષ્કર્મના આરોપી પર પોલીસનું ફાયરિંગ થયું હોવાના સમાચાર છે..

બિહારના આરોપીની ધરકડ કરાઇ હતી


દુષકર્મ કેસમાં મૂળ બિહારના એક વ્યક્તિની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી હતી

રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો


ધરપકડ બાદ આરોપીને રિ-કન્સ્ટ્રક્શન માટે આજે લઈ લવાયો હતો જ્યાં રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો

આરોપીને પગમાં ગોળી વાગી


આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતો જેથી પોલીસે ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગી છે.


મહિલા પીઆઇ એલ.પી .દેસાઇએ આરોપી પર ફાયરિંગ કર્યું


મળેલી માહિતી પ્રમાણે આરોપીએ 4 વર્ષની બાળકી પર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને રિ કન્સ્ટ્રક્શન માટે લઇ જવાયો ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે સેક્ટર 21ના મહિલા પીઆઇ એલ.પી .દેસાઇએ આરોપી પર ફાયરિંગ કર્યું હતું જેમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી.