રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લાંબા સમયથી કોઈ પણ પ્રકારની જવાબદારી વગર 'વેઇટિંગ ફોર પોસ્ટિંગ' પર રહેલા આઈપીએસ (IPS) અધિકારીઓને હંગામી ધોરણે અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણયથી પોલીસ તંત્રના મહત્વના વિભાગોને નવા અનુભવી અધિકારીઓનું માર્ગદર્શન મળશે.
કયા અધિકારીને ક્યાં મુકાયા?
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, કુલ 5 DIG કક્ષાના અધિકારીઓ અને 1 SPને મહત્વની શાખાઓમાં જવાબદારી સોંપવામાં આવી છે:
- તરૂણ દુગ્ગલ: CID ક્રાઇમ હસ્તક જવાબદારી સોંપાઈ
- ચૈતન્ય માંડલિક: પોલીસ સુધારણા (Police Reforms) વિભાગમાં મુકાયા
- રાજન શુશ્રા: તકનીકી સેવાઓ (Technical Services) માં નિયુક્તિ
- સુધા પાંડે: પોલીસ તાલીમ (Police Training) વિભાગમાં મુકાયા
- સુજાતા મજમુદાર: પોલીસ તાલીમ (Police Training) વિભાગમાં કામગીરી સોંપાઈ
- મયૂર પાટીલ (SP): કાયદો અને વ્યવસ્થા (Law and Order) હેઠળ એટેચ કરવામાં આવ્યા
https://x.com/sandeshnews/status/2027297347387146716
લાંબા સમય બાદ નિમણૂક
ઉલ્લેખનીય છે કે, આ ઉચ્ચ અધિકારીઓ ઘણા સમયથી કોઈ ચોક્કસ પોસ્ટિંગ વગરના હતા. વહીવટી પ્રક્રિયા અને બદલીઓના રાઉન્ડ બાદ આ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવતા પોલીસ બેડામાં ચર્ચા જાગી છે. આ તમામ નિમણૂકો હાલ હંગામી ધોરણે એટેચમેન્ટ તરીકે કરવામાં આવી છે, જે આગામી સમયમાં કાયમી પોસ્ટિંગ માટેનો સંકેત હોઈ શકે છે.
આ પણ વાંચો - Vadodara News: ઝોન-3 વિસ્તારમાંથી પકડાયેલા 1.34 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળ્યું

