નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીરાજકોટની મુલાકાતે છે. જેમાં વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇ સમીક્ષા બેઠક કરી છે.તથા વાયબ્રન્ટ ગુજરાત ઇવેન્ટને લઇ તૈયારીઓ શરૂ કરાઇ છે. સમીક્ષા બેઠક કર્યા બાદ હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ ઇવેન્ટ યોજાશે. 11 જાન્યુઆરીએ PM Modi ઉદ્ધાટન કરશે


[[$googlead]]

5000 થી વધુ ઉદ્યોગકારો, રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓ હાજરી આપશે

5000 થી વધુ ઉદ્યોગકારો, રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓ હાજરી આપશે. ઓદ્યોગિક, આર્થિક, કૃષિ, ઉર્જાને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ આપવામાં આવશે. આજે દિવસ દરમિયાન ઉદ્યોગકારોને મળવાનો છું તેમજ હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું છે. તથા તેમના પ્રશ્નો અંગે તેમની સાથે ચર્ચા વિચારણા પણ કરીશ તે પણ જણાવ્યું હતુ.

ડિફેન્સ અને સ્ટાર્ટઅપ ક્ષમતાઓને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ આપવામાં આવશે

વડાપ્રધાન સાથે જુદા જુદા રાષ્ટ્રોના રાજદૂત, 5000 થી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો, રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓ હાજરી આપશે. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ પ્રોગ્રામ થકી સૌરાષ્ટ્ર પ્રદેશની ઔધ્યોગિક, આર્થિક, કૃષિ, ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ડિફેન્સ અને સ્ટાર્ટઅપ ક્ષમતાઓને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ આપવામાં આવશે. બે દિવસના કાર્યક્રમ દરમિયાન ટ્રેડ શો અને પ્રદર્શન, MSME કોંકલેવ, વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ, નારી શક્તિ ઉદ્યોગ સંવાદ, નીતિ સંવાદો સહિતના કાર્યક્રમો યોજાશે.

કલા પ્રદર્શન, ઉદ્યમી મેળો સહિતનું આયોજન

બ્લુ ઇકોનોમી, ડેટા સેન્ટર, હરિત વિકાસ, ઉર્જા, સિરામિક, ઓટો, મત્સ્ય ઉધ્યોગ, ટેક્સટાઇલ્સ અને પ્રવાસન, ડિફેન્સ સહિતના ક્ષેત્રોમાં રહેલી તકો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. 11 થી 15 જાન્યુઆરી દરમિયાન રિવર્સ બાયર સેલર મીટ, કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ, આર્ટિઝન્સ દ્વારા તેમની કલા પ્રદર્શન, ઉદ્યમી મેળો સહિતનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મહત્તમમાં મહત્તમ રોકાણ આવે તે પ્રકારની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવનાર છે.આ પણ  વાંચો -Ahmedabad News: કોચરબ આશ્રમમાં ગાંધીજીને ભૂલી 'કજરા રે', વિવાદ વકર્યો

[[$alsoread]]


  • Follow us on: