સુરતમાં ડબલ મર્ડર ગુનાના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે. મળેલી માહિતી પ્રમાણે ડબલ મર્ડરના ગુનાનાના આરોપીને જ્યારે રિકસ્ન્ટ્રક્શન માટે લઇ જવાયો ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે તેના પગમાં ફાયરિંગ કરતાં આરોપીને પગમાં ગોળી વાગી હતી
આરોપી શિવા ટકલાએ ભાગવાનો પ્રયાસ કર્યો
મળેલી માહિતી પ્રમાણે સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ડબલ મર્ડર કેસના આરોપી શિવા ટકલાને રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો હતો અને તે સમયે રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો, જેને રોકતા પોલીસે ફાયરિંગ કર્યું.
