ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું છે.  તેમને હાર્ટ એટેક આવતા આણંદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે.


ગોવિંદ પરમારને હાર્ટ એટેક આવ્યો

ગોવિંદ પરમારને હાર્ટ એટેક આવ્યો હતો જેથી તેમને તત્કાળ સારવાર માટે આણંદની હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.

રાજકીય આગેવાનો અને સમર્થકો હોસ્પિટલ પહોંચ્યા

તેમના નિધનના સમાચાર મળતાં આણંદ જિલ્લા અને ખેડા જિલ્લાના રાજકીય આગેવાનો અને સમર્થકો હોસ્પિટલ પહોંચ્યા છે.

તેઓ મંત્રી પણ હતા


ગોવિંદ પરમાર છેલ્લી બે ટર્મથી ઉમરેઠના ધારાસભ્ય હતા.  તે ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ભુતકાળમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા હતા.


સહકારી ક્ષેત્રે પણ સક્રિય હતા


તેઓ સહકારી ક્ષેત્રે પણ સક્રિય હતા. તેમના નિધનથી ખેડા અને આણંદ જિલ્લાએ મોટા નેતા ગુમાવ્યા છે.

જગદીશ વિશ્વકર્માએ ગોવિંદ પરમારને શ્રદ્ધાંજલિ અર્પી


પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગોવિંદ પરમારને શ્રદ્ધાંજલિ અર્પી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારના અવસાનના સમાચાર સાંભળી હ્રદય દ્રવી ઉઠ્યું. પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.


  • Follow us on: