- ગેરકાયેદ મિલકત તોડવવા માટે લાંચ માંગી હતી
- યોગેશ પરમાર નામના યુવકની ACBએ કરી ધરપકડ
- લાંચ સાથે કાજુ, બદામ, પરફ્યુમ ફરિયાદ પાસેથી લીધું
દિવાળી દરમિયાન ACB અધિકારીઓ પર નજર રાખતું હોય છે. આ વચ્ચે વડોદરા કોર્પોરેશન નો કર્મચારી દોઢ લાખની લાંચ લેતા એસીબીના સકંજામાં ફસાયો હતો. જેના પર ACB ધ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ લાંચમાં ફરિયાદી પાસેથી દોઢ લાખની લાંચ સાથે કાજુ, બદામ, પરફ્યુમની માંગણી કરી હતી.
આ અંગેની માહિતી અનુસાર,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર(ટીડીઓ) જીતેશ ત્રિવેદીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા તેમજ કોમ્પ્યૂટર ઓપરેટર તરીકેની નોકરી કરતાં યોગેશ પરમારને આજે વડોદરા એસીબીએ રૂ. 1.50 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી પાડયા હતાં.













