- ત્રણ કેન્સરના દર્દીઓના ઓપરેશનનો વસૂલાયો ચાર્જ
- સ્ટર્લીંગ હોસ્પિટલને ફટકારાઇ 28.40 લાખની પેનલ્ટી
- કેન્સરના ત્રણેય દર્દીઓને રૂપિયા પરત ચૂકવવા આદેશ
વડોદરાના ભાઈલીની સ્ટર્લીંગ હોસ્પિટલમાંથી માં કાર્ડ યોજના અંતર્ગત ઝડપાઈ ગેરરીતિ સામે આવી છે. જેમાં હોસ્પિટલમાં પીએમજેએ વાય યોજના અંતર્ગત 3 દર્દીની સારવાર ન કરી અન્ય ખાનગી હોસ્પિટલમાં મોકલવા અને તેમની પાસેથી સારવારના પૈસા વસૂલવા બદલ સરકારના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી દંડ ફટકાર્યો છે.
આ માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે સ્ટર્લીંગ હોસ્પિટલમાં 4 ઓક્ટોબરના રોજ દરોડો પાડ્યો હતો. જેની હબેઠળ તપાસ દરમિયાન ત્રણ કેન્સરના દર્દીઓના ઓપરેશન હોસ્પિટલમાં નહીં કર્યા છતાં ચાર્જ વસૂલાયો હતો. તેમજ સરકાર દ્વારા તપાસ કરાતાં 3 દર્દીઓ પાસેથી કુલ 5.68 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા, જે પરત કરવા માટેનો હુકમ થયો છે. આ ઉપરાંત ત્રણે દર્દીના મળી 28.40 લાખનો હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો છે.
સરકારના આરોગ્ય તબીબી અધિક્ષક ડો. કે એચ મિશ્રાએ સ્ટર્લીંગ હોસ્પિટલના ડાયરેક્ટરને સીધી નોટિસ ફટકારી છે. નોટિસ મુજબ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીને રેડિએશન અને કિમોથેરાપીની સારવાર અપાઈ હતી, જ્યારે બીજી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું પડે છે. માર્ગદર્શકાનું પાલન થતું નથી, જેથી 3 માસ માટે સસ્પેન્ડ કરાય છે. જો ક્ષતિનું પુનરાવર્તન થશે તો બ્લેકલિસ્ટ કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. મહિલા દર્દીને 2.50 લાખ, પુરુષ દર્દીને 1.80 લાખ જ્યારે બીજા પુરુષ દર્દીને 1.38 લાખ પરત આપવા જણાવ્યું છે.
ગત 4 ઓક્ટોબરના રોજ સ્ટેટ એન્ટીફ રોડ યુનિટ એસએએફયુ દ્વારા હોસ્પિટલની મુલાકાત લઇ 3 દર્દી અંગેની ક્ષતિ ઝડપી પાડવામાં આવી હતી. જે મુજબ રાજ્ય સરકાર દ્વારા સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલને આગામી 3 મહિના માટે પીએમજેએવાય યોજના અંતર્ગત નવા દર્દીઓને સારવાર માટે દાખલ કરવાની મનાઈ ફરમાવી સસ્પેન્ડ કરવામાં આવી છે, જે દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે તેમની સારવાર કરી શકાશે.