જૂનાગઢમાં 2.43 કરોડની છેતરપિંડી કરનાર બિલ્ડર મનીષ કારિયાને તેના સાથીદાર સાથે રાજસ્થાનના કોઠા ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે અને તેની મદદ કરનાર રાજસ્થાનની એક મહિલાને પણ ઝડપી લેવામાં આવી છે.


જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની પેઢી ધરાવતા મનીષ કારિયા નામના બિલ્ડરે લોકોને સસ્તા મકાન આપવાની લાલચ આપી 2 43 કરોડ ની છેતરપિંડી કરી હતી જેને લઇને જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તથા વિશ્વાસઘાતની ફરિયાદ કરવામાં આવી હતી જેને લઇને જુનાગઢ પોલીસ દ્વારા બિલ્ડર મનીષ મોહન કારિયા અને તેનો સાગરીત સંજય મકન ભંડારી નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે તેમજ રાજસ્થાનમાં બિલ્ડર મનીષ કારિયાની મહિલા મિત્ર કહીકશા અબ્દુલ ગફુર ખાનને પણ ઝડપી લેવામાં આવી છે.

પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની પેઢીના બિલ્ડર મનીષ કાર્ય એ લોકો સાથે 2.43 કરોડની છેતરપિંડી કર્યા બાદ ગોવામાં પ્લાન કરતો હતો. પોલીસ તેને પકડી ન શકે તે માટે આ બંને આરોપીઓએ પોતાના મોબાઈલ વેચી નાખ્યા હતા અને ફરાર થઈ ગયા હતા. ફરાર થયા બાદ થોડા દિવસ તેમને દક્ષિણ ભારતમાં રહ્યા બાદ રાજસ્થાન કોઠા ગામે બિલ્ડર મનીષ કારિયા ની મહિલા મિત્ર ના ઘરે પહોંચી ગયા હતા. પોલીસે ત્યાંથી ઝડપી લીધા હતા આ મહિલા મિત્ર કહેકશા અબ્દુલ ગફુરખાન મનીષ કારિયા ના શેરબજાર ટ્રેનિંગ નું કામ સંભાળતી હતી અને છેલ્લા અઢી વર્ષથી તે જૂનાગઢમાં રહેતી હતી. પરંતુ મકાન બનાવી આપવાનું કહી મનીષ કારિયા એ લોકો પાસેથી પડાવેલા રૂપિયા બે પણ 43 કરોડ ફ્યુચર ઓફ ઓપ્શનમાં રોકાણ કરી નાણા ગુમાવી દીધા હતા. પોલીસે આરોપી બિલ્ડર મનીષ મોહન કારિયા સંજય મકન ભંડારી અને મહિલા મિત્ર કહેકશા અબ્દુલ ગફુરખાનના ચાર દિવસ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે અને પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.

  • Follow us on: