• બોગસ ડોકટર મેહુલ ચાવડા સહિત 3 સામે ગુનો દાખલ
  • MBBS તબીબ ડો. મનીષા અમરેલીયા સામે ગુનો દાખલ
  • ડોકટર ધર્મેન્દ્ર નામના આરોપી વિરુદ્ધ પણ ફરિયાદ

અમદાવાદ આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન આખી નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી,મેહુલ ચાવડા નામનો બોગસ ડોકટર આ હોસ્પિટલ ચલાવતો હતો.બાળકીના મોત બાદ વીડિયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આરોગ્ય વિભાગે તપાસ ચલાવી હતી,જેમાં PHC સેન્ટરના ડોકટર ઋતુરાજ ચાવડાએ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ નોંધાવ્યો ગુનો.

બાળકીના મોત બાદ વીડિયો વાઈરલ થયો હતો

વાઈરલ વીડિયોનું તથ્ય જાણવા સરકાર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને વાઈરલ વીડિયોના આધારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે CDHO ડો. શૈલેષ પરમારની આગેવાનીમાં બાવળામાં આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોલીસને સાથે રાખી દરોડો પાડી હોસ્પિટલને સીલ કરી હતી.

મેહુલ ચાવડા પાસે ડોકટરની કોઈ ડિગ્રી નહી

જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નળ સરોવર રોડ બાવળા ખાતે પહોંચી હતી. જ્યાં હોસ્પિટલ નીચે એક મેડિકલ પણ છે. ત્યાં ડોક્ટર મેહુલ ચાવડા કરીને એક નાનો મેડિકલ વ્યક્તિ હોસ્પિટલ ચલાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. તેની પાસે કોઈ ડિગ્રી પણ ન હતી. હોસ્પિટલના સ્ટાફને પણ ડોક્ટર મેહુલ ચાવડા કોણ છે તેની ખબર ન હતી.

બોગસ ડોકટરો પાસે સારવાર ના કરાવો

ડિગ્રી વગર બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકો દ્વારા દર્દીને યોગ્ય પદ્ધતિસરની સારવાર આપવામાં ન આવે તો વધુ તકલીફ થઈ શકે છે અને લોકોએ પણ આવા લે ભાગવું બોગસ ડોક્ટરો પાસે સારવાર ન કરાવી જોઈએ. સારવાર માટે દર્દીએ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ અથવા તો ક્વોલિફાઇડ ડોક્ટર પાસે જઈને જ સારવાર કરાવવી જોઈએ.

  • Follow us on: