- NEET પેપર લીક કૌભાંડ મામલે CBI કોર્ટની ફટકાર
- આરીફ નૂર મોહમ્મદ વોરા, પરષોત્તમ શર્માના રિમાન્ડ મંજૂર
- વિભોર આનંદ,ઉમેશ્વર પ્રસાદસિંઘ, તુષાર ભટ્ટના રિમાન્ડ મંજૂર
NEET પેપર લીક કૌભાંડ મામલે CBI કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરીફ નૂર મોહમ્મદ વોરા, પરષોત્તમ શર્માના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. વિભોર આનંદ,ઉમેશ્વર પ્રસાદસિંઘ, તુષાર ભટ્ટના પણ રિમાન્ડ મંજૂર મંજૂર કર્યા છે. સમગ્ર મામલે શરુઆતમાં કેસની તપાસ સ્થાનિક પોલીસે કરી હતી.
મળતી માહિતી મુજબ, ગોધરામાં 8મી મે 2024ના રોજ નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે ફરિયાદ દાખલ થઈ હતી. જેને લઇ CBIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. CBIએ વડોદરા, ખેડા, ગોધરા, અમદાવાદ સહિત 7 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં 4 આરોપીને CBIએ ધરપકડ કરી હતી.













