• રાજ્યમાં ચાંદીપુરાના કુલ 124 શંકાસ્પદ કેસ
  • સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ
  • શંકાસ્પદ પૈકી 37 કેસો હાલ પોઝિટિવ
  • ચાંદીપુરાના કારણે રાજ્યમાં 44 બાળકોએ જીવ ગુમાવ્યો

ગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે. રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવ્યો છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 124 કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 37 કેસો હાલ પોઝિટિવ છે. જ્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 44 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 54 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 26 દર્દીઓ સાજા થયા છે.

ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર

  • રાજ્યમાં ચાંદીપુરાના કુલ 124 શંકાસ્પદ કેસ
  • સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ
  • શંકાસ્પદ પૈકી 37 કેસો હાલ પોઝિટિવ
  • ચાંદીપુરાના કારણે રાજ્યમાં 44 મોત થયા
  • હોસ્પિટલમાં 54 દર્દીઓ હાલ સારવાર હેઠળ
  • રાજ્યમાં અત્યાર સુધી 26 દર્દીઓ સાજા થયા

ક્યા શહેરમાં ચાંદીપુરાના કેટલા કેસ?

રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 124 કેસો નોંધાયા છે. જે પૈકી સાબરકાંઠા 12, અરવલ્લી- 5, મહીસાગર 2, ખેડા 6, મહેસાણા 7, રાજકોટ 5, સુરેન્દ્રનગર 4, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-6, પંચમહાલ-15, જામનગર-6, મોરબી-5, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટાઉદેપુર 2, દાહોદ 2, વડોદરા 6, નર્મદા 2, બનાસકાંઠા 5, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર 1, દેવભૂમિ દ્વારકા 1, રાજકોટ કોર્પોરેશન 4, કચ્છ 3, સુરત કોર્પોરશન 2, ભરૂચ 3, અમદાવાદ 1 તેમજ જામનગર કોર્પોરેશન 1 શંકાસ્પદ કેસો નોંધાયા છે.

શંકાસ્પદ પૈકી 37 કેસો હાલ પોઝિટિવ

સાબરકાંઠા 6, અરવલ્લી 3, મહીસાગર 1, ખેડા 3, મહેસાણા 4, રાજકોટ 1, સુરેન્દ્રનગર 1, અમદાવાદ કોર્પોરેશન 3, ગાંધીનગર 1, પંચમહાલ 6, જામનગર અને મોરબીમાં 1-1 કેસ, દાહોદ, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા, રાજકોટ કોર્પોરેશન અને કચ્છ જીલ્લામાંથી 1-1 કેસ નોંધાયા છે. આ તમામ જિલ્લાઓને મળીને ચાંદીપુરા વાયરસના કુલ-37 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 54 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 26 દર્દીઓને રજા આપવામાં આવી છે.

અન્ય રાજ્યોની સ્થિતિ શું છે?

રાજસ્થાનમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 6 કેસો નોંધાયા છે. જેમાં 5 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ 1 બાળકનું મોત નીપજ્યું છે. મધ્ય પ્રદેશના 2 કેસો જેમા 2 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ મહારાષ્ટ્રનો 1 કેસ જેમાં 1 દર્દી દાખલ છે.

પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના વધુ 2 રિપોર્ટ પોઝિટિવ

પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના વધુ 2 રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 5 થઈ છે. શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 15 કેસ નોંધાયા છે. 15 પૈકી 5 અસરગ્રસ્ત બાળકોના મોત નીપજ્યા છે.

ચાંદીપુરા વાયરસને લઇ ગુજરાત આવ્યા 2 વૈજ્ઞાનિક

કેન્દ્રના 2 વૈજ્ઞાનિકો ચાંદીપુરા વાયરસને લઈ ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. ગાંધીનગરમાં વાયરસથી સંક્રમિત વિસ્તારની મુલાકાત લીધી છે. આ બન્ને વૈજ્ઞાનિકો ગઈકાલે ગાંધીનગર સેકટર 17માં ચાદીપુરા વાયરસ અંગે તપાસ કરી હતી. કેન્દ્રમાંથી આવેલા 2 વૈજ્ઞાનિકો એ તપાસ કરી રહ્યાં છે કે, ચાંદીપુરા વાયરસનું સંક્રમણ કઈ રીતે થયુ.

સુરતમાં ચાંદીપુરાનો કોઈ કેસ નહીં, 12 વર્ષીય મૃત બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

સુરત શહેરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ. જેથી બાળકી ચાંદીપુરાથી સંક્રમિત છે કે કેમ? તેની ખારાઈ કરવા સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ 4 દિવસે આવતા બાળકી ચાંદીપુરા નેગેટિવ હોવાની પુષ્ટિ થઈ છે.

  • Follow us on: