- રાજ્યમાં એક જ દિવસમાં 5 બાળકોના મોત થયા
- રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 84 કેસ નોંધાયા છે
- ચાંદીપુરાથી અત્યાર સુધી 32 બાળકોના મોત થયા
રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુદરમાં વધારો થયો છે. જેમાં રાજ્યમાં એક જ દિવસમાં 5 બાળકોના મોત થયા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 84 કેસ નોંધાયા છે. તેમાં ચાંદીપુરાથી અત્યાર સુધી 32 બાળકોના મોત થયા છે. ચાંદીપુરાના નવા 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમજ 18729 ઘરોમાં સર્વેલન્સ હાથ ધરાયુ છે. તથા મેલેથિયોન પાવડરથી ડસ્ટીંગની કામગીરી શરૂ કરાઇ છે.
ખેડા, મહેસાણા, નર્મદા, વડોદરા, રાજકોટમાં 1-1 કેસ નોંધાયા
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કુલ 84 કેસમાંથી અરવલ્લી, બનાસકાંઠામાં 2-2 કેસ અને સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નર્મદા, વડોદરા, રાજકોટમાં 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંત પંચમહાલમાં સૌથી વધુ 11 કેસ જ્યારે સાબરકાંઠામાં 8, અમદાવાદમાં 6 શંકાસ્પદ કેસ નોંધાયા છે. હાલ સુધીમાં અરવલ્લી, મહેસાણામાંથી 2-2 જ્યારે ગાંધીનગર પંચમહાલ, મોરબી, વડોદરામાંથી 1-1 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. ઉલ્લેખની છે કે ગત રવિવારે બનાસકાંઠામાંથી 2 જ્યારે મહીસાગર-ખેડા-બનાસકાંઠા-વડોદરા શહેરમાંથી 1-1 દર્દીના મૃત્યુ થયા છે.
સુરતમાં પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી
બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1-1 બાળકના મોત થઈ ગયા છે. આ સાથે જ મૃત્યુઆંક 33 પહોંચ્યો છે અને કુલ કેસ 84 થયા છે. ત્યારે દક્ષિણ ગુજરાતના સુરતમાં રહેતી 12 વર્ષની બાળકી શંકાસ્પદ ચાંદીપુરામાં સપડાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે. સુરતમાં આ પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઇ છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી એક બાળકનું મોત થયું છે. અત્યારસુધી સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 6 બાળકોના મૃત્યુ થયા છે. હાલ સિવિલમાં બે બાળકો સારવાર હેઠળ છે. જેમાંથી એક બાળક હાલ વેન્ટિલેટર પર છે.