ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ માફિયાઓ સમુદ્ર વાટે ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડતાં હોય છે. ગુજરાતના ડુમસ, કચ્છનો દરિયા કિનારો વગેરે કાંઠા વિસ્તારોમાં પોલીસને ઘણીવાર બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવતા હોય છે.બીજા દેશમાંથી ડ્રગ્સ દેશમાં ઘૂસાડવામાં આવતું હોય છે. છાસવારે ડ્રગ્સના પેકેટ્સ મળી આવતા હોય છે. તો કચ્છના દરિયા કિનારે બિનવારસી ચરસ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. અગાઉ પણ કચ્છના દરિયા કિનારે પોલીસને ડ્રગ્સના બિનવારસી હાલતમાં પેકેટ્સ મળી આવતા પોલીસ તંત્રે તેને જપ્ત કર્યું હતું તો ફરી એકવાર કચ્છના દરિયા કિનારે બિનવારસી હાલતમાં ચરસ મળી આવ્યું હતું.


દરિયાકાંઠે ચરસના પેકેટ્સ મળ્યા

કચ્છના દરિયાકિનારે અવારનવાર ડ્ર્ગ્સ અને ચરસના પેકેટ્સ મળી આવે છે. જેના લીધે પોલીસ સતત પેટ્રોલિંગ કરીને દરિયા કિનારે ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને રોકી શકાય. દરિયાકાંઠે 2 દિવસમાં 11 જેટલા બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેને પોલીસે આ ચરસનો જથ્થો કોનો છે, તે જાણવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. કચ્છમાંથી પીગલેશ્વર નજીકથી 7 ચરસના પેકેટ ઝડપાયા હતા. તો સૈયદ સુલેમાન નજીકથી 4 ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.

જખૌ પોલીસે ચરસ કબ્જે કર્યું

કચ્છનો દરિયાકિનારેથી જખૌ પોલીસ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન પોલીસને બિનવારસુ ચરસના પેકેટ મળી આવ્યા હતા. તો પોલીસે ચરસના પેકેટ્સને કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જખૌ પોલીસે ચરસના પેકેટસ કોના છે. તે અંગે વધુની કાર્યવાહી હાથ ધરી છે. તો અગાઉ પણ કચ્છના દરિયા કિનારેથી સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને કરોડોની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેને કબ્જે કરીને કોઠારા પોલીસે વધુની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: