ભારત અને પાકિસ્તાનના તણાવ પછી દેશમાં ગેરકાયદેસર વસવાટ કરતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.તેમજ તેમના વિરુદ્ધ કાર્યવાહીના ભાગરુપે અમદાવાદના ચંડોળા તળાવ પાસેથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી લેવાયા છે.તે સિવાય દેશમાંથી તેમજ રાજ્યમાંથી બાંગ્લાદેશીઓને શોધવાની તીવ્ર કામગીરી કરાઈ રહી છે.ત્યારે કચ્છના અંજારમાંથી 3 બાંગ્લાદેશી યુવતીઓ ઝડપાઈ હતી. કચ્છ સિવાય ગુજરાતના ઘણા વિસ્તારોમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપીને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા
મળતી માહિતી મુજબ કચ્છના અંજારમાં આવેલ મેધપર કુંભારડીમાંથી 3 બાંગ્લાદેશી યુવતી પકડાઈ હતી. જે યુવતીઓ ગેરકાયદેસર રીતે કચ્છમાં વસવાટ કરતી હોવાનું સામે આવ્યું હતું.અંજાર પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, 3 બાંગ્લાદેશી યુવતીઓએ આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગીને ભારતમાં પ્રવેશી હતી.તેમજ કચ્છમાં ગેરકાયદેસર રીતે રહેતી હતી.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, પકડાયેલી 3 બાંગ્લાદેશી યુવતીઓ બ્યુટીપાર્લર ચલાવતી હતી.તો પોલીસને આ અંગે બાતમી મળી હતી કે,3 બાંગ્લાદેશી યુવતીઓ કચ્છના અંજારમાં રહે છે. તેથી બાતમીના આધારે અંજાર પોલીસે 3 બાંગ્લાદેશી યુવતીઓને ઝડપી લીધી હતી. તેમજ 3 બાંગ્લાદેશી યુવતીને ડિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી હતી. બાંગ્લાદેશી ઘૂસણખોરો ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસીને નકલી પુરાવાઓ ઉભા કરી લે છે. ઓપરેશન સિંદુર પછી બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી ઝડપી કરી લીધી છે.