ગુજરાતમાં ગેરકાયદે ઉભા કરાયેલા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. કચ્છમાં નખત્રાણામાં પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તંત્ર દ્વારા આશાપુરા મંદિરથી વથાણ ચોક વચ્ચેના દબાણો હટાવાયા હતાં. તંત્ર દ્વારા વર્ષો જૂના 60થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. અબડાસાના ધારાસભ્યની રજૂઆત બાદ તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. આ દબાણોના કારણે લખપત હાઈવે પર ટ્રાફિક જામ થતો હતો. ઼


સર્વિસ સ્ટેશન સહિત અનેક દુકાનોના પાકા દબાણો હતાં

કચ્છમાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. અબડાસાના ધારાસભ્યની રજૂઆત બાદ તંત્ર દ્વારા વર્ષો જૂના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. વરસાદમાં પાણી ભરાઈ જવાની તેમજ ટ્રાફિક થવાની સમસ્યાઓના કારણે લોકો હેરાન થતાં હતાં તે દબાણો પર તંત્રનુ બુલડોઝર ફરી વળ્યું હતું. 40 વર્ષ જૂના દબાણોમા ગેરેજ, સર્વિસ સ્ટેશન સહિત અનેક દુકાનોના પાકા દબાણો હતાં. આ દબાણો કરી તેનું ભાડુ પણ વસૂલવામાં આવતુ હતું.

વરસાદથી કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ નખત્રાણામાં દબાણો હટાવવા અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને માગ કરી હતી. ત્યાર બાદ સંકલન સમિતિની બેઠકમાં ડેપ્યુટી કલેક્ટર સૂરજ સુથારે નડતર દબાણો કોઈ પણ હિસાબે હટાવાશે તેવી સૂચના આપી હતી. મેઈન બજાર,નખત્રાણા,લખપત હાઇવે ઉપર નાળા ઉપર દબાણોના કારણે ચોમાસામાં વરસાદથી કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. નખત્રાણા નગર પાલિકા ચીફ ઓફિસર,મામલતદાર,પી.ડબ્લ્યુ ડી,સહિત 50 કર્મચારી આ દબાણો હટાવવાની કામગીરીમાં જોડાયા હતાં.


  • Follow us on: