ગુજરાતના કચ્છ વિસ્તારમાં પોલીસે ફોટોગ્રાફી માટેના ડ્રોન જમા કર્યા. પોલીસે સાવચેતીના ભાગરૂપે આ ડ્રોન જમા કરાવવાની કાર્યવાહી કરી છે. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારના રોજ (10મે)બાદથી યુદ્ધ વિરામ થયા બાદ સ્થિતિ સામાન્ય બની છે. છતા નફફટ પાકિસ્તાન ગમે ત્યારે કંઈપણ કરી શકે છે. ગુજરાતનો ક્ચ્છ વિસ્તાર પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ દરમિયાન કચ્છ વિસ્તારમાં ડ્રોન હુમલા થયા હતા. ભારતની સંરક્ષણ પ્રણાલીએ તમામ હુમલા નિષ્ફળ કર્યા હતા. પરંતુ પાકિસ્તાનની અભી બોલો અભી ફોક જેવી નીતિ હોવાથી હજુ ભારત આતંરરાષ્ટ્રીય સરહદ વિસ્તાર અને દેશની અંદર સંવેદનશીલ સ્થાનો પર વધુ એલર્ટ મોડમાં છે.


ગુજરાત સરકાર દ્વારા 9 મે 2025ના રોજ જાહેર કરાયેલા આદેશ અનુસાર, રાજ્યભરમાં તમામ પ્રકારના કાર્યક્રમો અને પ્રસંગોમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાવવાની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે 15 મે 2025 સુધી અમલમાં રહેશે. આ નિર્ણય ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ભારતમાં અત્યારે જમ્મુ-કાશ્મીર સહિત શંકાસ્પદ સ્થાનો પર આતંકવાદીઓની ખબર રાખનારા અને આતંકવાદને સમર્થન આપનારા લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. અને આ જ કારણોસર ગુજરાતના કચ્છ વિસ્તારને હાલમાં ડ્રોન પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયો છે. ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધનું જાહેરનામુ કલેક્ટરએ બહાર પાડ્યું છે. અને એટલે જ કચ્છ પોલીસે ફોટોગ્રાફી માટેના તમામ ડ્રોન જમા કરી લીધા છે. મહત્વનું છે કે કચ્છ વિસ્તાર કુદરતી રીતે અદભુત સૌંદર્ય ધરાવે છે.

જણાવી દઈએ કે કચ્છમાં ધોળો ડુંગર, આશાપુરા માતાનો મઢ તેમજ સફેદ રણ જેવા અનેક પ્રવાસી વિસ્તારોમાં અત્યારે ઉનાળુ વેકેશનને લઈને લોકોનો ધસારો રહે છે. હાલમાં સ્થિતિ સામાન્ય બનતા લોકો ફરી પાછા પોતાના કચ્છ પ્રવાસની મુલાકાત કરવા નીકળ્યા છે ત્યારે ફિલ્મો માટે કરાતી ફોટોગ્રાફી કે પછી યુટયુબ ચલાવનારા લોકો દ્વારા ડ્રોનનો ઉપયોગ કરી લેવાતા કચ્છમાં શૂંટિગ હાલમાં થઈ શકશે નહીં. કચ્છમાં સુરક્ષા કારણોસર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, ખાસ કરીને કચ્છ અને બાનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન પ્રવેશની ઘટનાઓ સામે આવ્યા બાદ ભલે દેશમાં સ્થિતિ સામાન્ય થઈ હોવા છતાં હજુ પણ સરહદી વિસ્તારોમાં સુરક્ષાને પગલે ગુજરાત સરકાર એલર્ટ મોડમાં છે.


  • Follow us on: