ભારત પાકિસ્તાનના તંગદિલીના વાતાવરણ વચ્ચે ભચાઉ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.ભચાઉ પ્રાંત અધિકારીની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.બેઠકમાં નેતાઓ નગરજનો અને વેપારી મંડળોને બોલાવામાં આવ્યા હતા. આ બેઠકમાં તંત્રના આદેશોનું પાલન થાય તેવી અપીલ કરવામાં આવી હતી.


સાથે જ નગરપાલિકાના ફાયર ફાઈટર તેમજ અન્ય સૈદ્ધાંતિક સાધનોને સ્ટેન્ડ બાય પર રાખવા આદેશ કરાયો હતો. પોલીસ અને તંત્ર દ્વારા અપાતા નિર્દેશનું પાલન કરવા માટે પણ તમામ શહેરજનોને અપીલ કરવામાં આવી હતી. સાથે જ લોકોને આ તંગદિલી વચ્ચે બિનજરુરી ઘર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હતી.

કચ્છમાં તંત્ર એલર્ટ મોર્ડ પર

તમને જણાવી દઈએ કે, ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે કચ્છમાં ડ્રોન અને મિસાઈલ હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં ડ્રોન અને મિસાઈલ તોડી પાડવામાં આવી છે અને કચ્છમાં 4 સ્થળો પર ડ્રોન-મિસાઇલ તોડી પાડી છે. પાકિસ્તાન સાથે તણાવને લઈ કચ્છમાં તંત્ર એલર્ટ મોર્ડ પર છે જિલ્લા વહીવટી તંત્રની નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે,કામ સિવાય બહાર નીકળવું નહી અને ઘરની અંદર જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તંત્રનું કહેવું છે કે નાગરિકોએ ગભરાવવું નહી અને સુરક્ષા-સલામતી માટે સતર્ક રહેવા અપીલ કરી છે.


  • Follow us on: