કચ્છના મહારાવ ખેંગારજી ત્રીજાએ ભુજમાં કચ્છ મ્યુઝિયમની શરૂઆત કરી હતી.આ મ્યુઝિયમ પહેલા ફર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે ઓળખાતું હતું.અહીં કચ્છ મ્યુઝિયમમાં ચિત્ર ગેલેરી,માનવશાસ્ત્ર વિભાગ,પુરાતત્વીય વિભાગ,કાપડ,શાસ્ત્રો,શિપિંગ સહિત વિવિધ પ્રકારના 11 જેટલા વિભાગો છે. આગામી દિવસોમાં વિવિધ વનસ્પતિઓને લઇને પણ એક વિભાગ શરૂ કરવા માટેનાં હાલે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.જેને લઇ સ્ટેચ્યુ સહિતની કામગીરી નિર્માણાધિન છે.


અનેક ગાથાઓથી ધરબાયલું આ મ્યુઝિયમ છે

કચ્છ મ્યુઝિયમનાં ક્યુરેટર બુલબુલ હિંગલાજિયાએ જણાવ્યું હતું કે,ઝડપથી બદલાતા જન સમુદાયમાં મ્યુઝિયમનું શું ભવિષ્ય હશે તે થીમને લઇને આ વખતે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે કચ્છ મ્યુઝિયમ એક એવી જગ્યા છે કે, ત્યાં આપણે માનવી બન્યા ત્યારથી લઇને અત્યાર સુધીના સતત બદલાતા રહેતા પરિવર્તનશીલ સમયની સાથે મ્યુઝિયમ પણ સતત બદલાતં રહે છે. અનેક ગાથાઓથી ધરબાયલું આ મ્યુઝિયમ છે.ખાલી સંરક્ષણ નથી કરતું પરંતુ સમયની સાથે એ રજૂઆત માટે પણ પરિવર્તનશીલ રહેતુ હોય છે.

ધોળાવીરાનું ઇન્ડસિવીલાઇઝેશનથી લઇને કચ્છની લાઇવ હેરિટેઝ અહીં જોઇ શકાય

અહીં કચ્છ સમુદાયની અનેક વાતો, અનેક કથાઓ, અનેક કહાની છે, જે જાણવા માટે, સંસ્કૃતિનું આદાન પ્રદાન કરતાં કચ્છ મ્યુઝિયમનાં માધ્યમથી માણી શકાય છે.આ મ્યુઝિયમની વિશેષતા પણ એ જ છેકે, આપણું ધોળાવીરાનું ઇન્ડસિવીલાઇઝેશનથી લઇને કચ્છની લાઇવ હેરિટેઝ અહીં જોઇ શકાય છે. જેમાં અનેક પ્રકારનાં ઐતિહાસિક અવશેષો છે. ખાસ કરીને કચ્છનાં રજવાડા વિશે કંઇ પણ જાણવું છે તો આ એક એવું સેન્ટર છે કે જે એક જગ્યાએ આવીને કચ્છને જોઇ શકાય છે.

શિલ્પ અને કિંમતી ધાતુઓને પ્રદર્શનમાં મુકાયા

કચ્છ મ્યુઝિયમમાં કાર્યરત પુરાતત્વીય વિભાગમાં સિંધુ મુદ્રાઓ, વિવિધ પ્રકારનાં પથ્થરોની ગોળીઓ, કચ્છનાં વિવિધ વ્યવસાયોને દર્શાવતાં ચિત્રો પણ જોવા મળે છે.આ સિવાય શાસ્ત્રીય અને સંગતીનાં સાધનોને આવરી લેતો વિભાગ પણ ઉભો કરાયો છે. ભરતકામ, પેઇન્ટિંગ્સ, હથિયારો, શિલ્પ અને કિંમતી ધાતુઓને પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.

ટીપુ સુલતાને કચ્છને ભેટ આપેલી હૈદરી તોપ આકર્ષણનું કેન્દ્ર

કચ્છ મ્યુઝિયમ ગુજરાતનું પ્રથમ મ્યુઝિયમ છે,જેમાં ક્ષત્રપ શિલાલેખનો સૌથી મોટો સંગ્રહ છે. જે રૂદ્રદમન પહેલાનાં સમયમાં બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કચ્છનાં ચલણ કોરી સહિત સિક્કાઓનો સંગ્રહ,ટીપુ સુલતાને કચ્છને હૈદરી તોપ ભેટમાં આપી હતી તે પણ અહીં જોવા મળી રહી છે. મુલાકાતીઓ તોપ સાથે સેલ્ફી લેવાનું પણ ચૂક્તા નથી.

18મી સદીના સાત સૂંઢવાળા ઐરાવતનો પણ સમાવેશ

આ મ્યુઝીમમાં વિવિધ પ્રકારનાં 1100 જેટલા ઐતિહાસિક ધરોહરને દર્શાવતાં નમુનાઓ મુકવામાં આવ્યા છે. મ્યુઝિયમમાં વિવિધ વસ્તુઓમાં 18મી સદીનો સાત સૂંઢવાળા ઐરાવતનો પણ સમાવેશ થાય છે. આ ઐરાવતની પોસ્ટ વિભાગ દ્વારા સ્ટેમ્પ પણ બહાર પાડવામાં આવી હતી. આવી તો અનેક વસ્તુઓ મ્યુઝીમની શોભા વધારી રહી છે.

  • Follow us on: