અમદાવાદમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ ચાલી રહી છે. E-KYCના વિરોધના દુકાનદારો દ્વારા હડતાળ કરવામાં આવી છે, તો બીજી તરફ ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ અસો.નું હડતાળને સમર્થન પણ મળ્યું છે અને સસ્તા અનાજના દુકાનદારો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે, ગુરુવારે યોજાયેલી બેઠક બાદ લેવાયો હડતાળનો નિર્ણય.


અમદાવાદના સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ

સરકાર દ્વારા ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે જેને લઈ આજથી સસ્તા અનાજની દુકાનદારો હડતાળ પર ઉતરી ગયા છે અને ઈ કેવાયસી જે ગરીબ માણસોએ ના કરાવ્યું હોય તેવા માણસોને અનાજ આપવામાં આવતું નથી જેને લઈ દુકાનદારો વિરોધ કરી રહ્યાં છે, 13 મેથી અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું છે અને જે ગરીબ માણસો એટલે કે જે લોકો રાશનકાર્ડથી અનાજ ખરીદે છે અને તે લોકોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી તેવા વ્યકિતઓને અનાજ આપવામાં આવતું નથી.

ઈ-કેવાયસીને લઈ વધ્યો વિવાદ !

સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો 70 લાખ આસપાસના ગ્રાહકો પાસે રાશનકાર્ડ છે અને તેમાંથી 50 ટકા કરતા વધારે લોકોએ ઈ-કેવાયસી કર્યુ છે, આ ઈ-કેવાયસી કરવા માટે ઓનલાઈન પ્રોસેસ કરવી પડે છે પરંતુ અમુક ગામડાઓમાં અભણ વ્યકિતઓ અને ગરીબ વ્યકિતઓ આ કરી શકતા નથી તેના કારણે તેમને તકલીફ પડી રહી છે જેના કારણે તેઓ 13 મે બાદ અનાજનો જથ્થો મેળવી શકયા નથી અને તકલીફ પડી રહી છે.

ઇ-કેવાયસી દરેક લોકો માટે ફરજિયાત છે

આ ઉપરાંત, ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઇ., સ્થાનિક પોસ્ટ વિભાગના કર્મચારી, મામલતદાર કચેરી ખાતે તથા સેલ્ફ ઇ-કેવાયસી (My Ration App) થકી પણ સરકાર દ્વારા ઇ-કેવાયસીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી ઇ-કેવાયસી બાકી હોય તેવા એન.એફ.એસ.એ. લાભાર્થીઓ પોતાનું ઇ-કેવાયસી કરાવી, પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો સરળતાથી મેળવી શકે છે.

 

  • Follow us on: