- નાગરિકોની આશા-આકાંક્ષાની પૂર્તિ કરનારૂ બજેટઃ CM
- સમાજના દરેક વર્ગ માટેનું બજેટ છે
- વિકસિત ભારતના વિઝનને વેગ મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટને વધાવ્યું છે. જેમાં જણાવ્યું છે કે નાગરિકોની આશા-આકાંક્ષાની પૂર્તિ કરનારૂ બજેટ છે. સમાજના દરેક વર્ગ માટેનું બજેટ છે. વિકસિત ભારતના વિઝનને વેગ મળશે. રૂરલ હાઉસિંગમાં 2 કરોડ ઘરનો નિર્ણય આવકારદાયક છે. સોલર રૂપટોપ યોજનાથી ગુજરાતને ફાયદો થશે.
વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનો નવો યુગ શરૂ
વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનો નવો યુગ શરૂ થયો છે. આંતરમાળખાકીય નિર્માણ ક્ષેત્રમાં તેજી આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલ વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024-25 ભારતના કરોડો નાગરિકોની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે. સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતોનો ખ્યાલ રાખનારું આ સર્વસમાવેશી-સર્વસ્પર્શી બજેટ પ્રધાનમંત્રીના વિકસિત ભારત @ 2047 ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્ધતાને નવો વેગ અને ઊર્જા આપનારું છે.
રૂરલ હાઉસિંગમાં 2 કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક
આ બજેટમાં જાહેર કરાયેલ રૂરલ હાઉસિંગમાં 2 કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે. સોલર રૂફટોપની નવી યોજનાથી 1 કરોડ કુટુંબને આવરી લેવાની યોજનાથી ગુજરાત જેવા રાજ્યને ખૂબ ફાયદો થશે. આશા વર્કર/આંગણવાડી વર્કરને આયુષ્યમાન ભારતની યોજનામાં આવરી લેવાથી આ વર્ગના લોકોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળે છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં ભારતમાં વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનો નવો યુગ શરૂ થયો છે ત્યારે આ ક્ષેત્રમાં નાણાકીય ફાળવણી વધારીને રૂ. 11.11 લાખ કરોડ કરવાથી આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણમાં તેજી આવશે.