- કલોલના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
- ગાંધીનગર જિલ્લા કલેકટરે જાહેર કર્યો કોલેરાગ્રસ્ત વિસ્તાર
- ત્રિકમનગર, મજુર હાઉસિંગ સોસાયટીને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો
ગાંધીનગરના કલોલમાં કોલેરાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે.ગાંધીનગર કલેક્ટર દ્વારા ત્રિકમનગર, મજુર હાઉસિંગ સોસાયટીને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કલોલમાં અત્યાર સુધી કોલેરાના ઘણા કેસ નોંધાયા છે પણ કુલ કેટલા કેસ છે તેની માહિતી હાલ સામે આવી નથી,તો 3 મહિના સુધી કલેકટર દ્રારા ત્રિકમનગર અને મજુર હાઉસિંગ સોસાયટીની કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. નોંધનીય છે કે, આ અગાઉ પણ રેલવે ફાટક વિસ્તારમાં કોલેરાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. ગાંધીનગર જિલ્લાના કલોલમાં ફરી કોલેરાએ માથું ઊંચક્યું છે. આ તરફ હવે ગાંધીનગર કલેક્ટરે નોટિફિકેશન જાહેર કરી કોલેરાગ્રસ્ત વિસ્તાર અંગે માહિતી આપી છે.તો ઝાડા ઉલટીના પણ 196 કરતા વધુ કેસો નોધાયા છે.
કયાં કયાં વિસ્તારોમાં કોલેરા













