સાબરકાંઠામાં થયેલા બીઝેડ ગ્રૂપના કૌંભાંડને લઈ દિવસેને દિવસે નવા-નવા વિવાદો અને નામો સામે આવી રહ્યાં છે ત્યારે આ સમગ્ર ઘટનામાં તપાસ માટે CID ક્રાઈમ ક્રિકેટરોને બોલાવી શકે તેવી માહિતી સૂત્રો તરફથી સામે આવી છે જેમા BZ ગ્રૂપમાં 4 ક્રિકેટરોએ રોકાણ કર્યુ હોવાની વાત છે.5 કરોડની આસપાસ ચારેય ક્રિકેટરોએ રોકાણ કર્યુ છે તેવી ચર્ચાએ જોર પકડયું છે.
BZ ગ્રૂપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને આજે કોર્ટમાં રજૂ કરાશે
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ આજે 7 દિવસના પૂર્ણ થાય છે માટે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે,સીઆઈડી ક્રાઈમ રિમાન્ડ દરમિયાન કરેલી તપાસનો રિપોર્ટ કોર્ટને સોંપશે અને આગામી દિવસો માટે CID ક્રાઈમ દ્વારા વધુ રિમાન્ડની કરી શકે છે માંગ,બીજી તરફ મુખ્ય આરોપી મયુર દરજીની જામીન અરજી પર પણ થશે સુનાવણી.
દુકાન માલિકનું ફરથી CID ક્રાઈમે લીધું નિવેદન
પ્રાંતિજની બીઝેડની ઓફીસ ફરીથી ખોલીને સીઆઈડી ટીમ દ્વારા દુકાન માલિકનું ફરીથી નિવેદન લેવામાં આવ્યું છે અને અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે,દુકાનમાં કોણ આવતુ હતુ અને કોણ જતું હતુ કયારે દુકાન ખુલતી હતી અને બંધ થતી હતી તેને લઈ તપાસ હાથધરી છે,મુખ્ય એજન્ટ નિલેશ પટેલ ફરાર થઈ ગયો છે જેને લઈ સીઆઈડી ક્રાઈમ તપાસ કરી રહી છે.બીઝેડ ગ્રૂપની પ્રાંતિજમાં જે જગ્યાએ ઓફિસ છે તેની આસપાસ જેટલી દુકાનો આવેલી છે તે લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે.
શિક્ષણ વિભાગ પાસે 4 શિક્ષકના રોકાણની ખુલી વિગત
હવે સીઆઈડી ક્રાઇમની તપાસમાં 62 શિક્ષકોના નામ ખુલતા શિક્ષણ વિભાગ હડકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે,મહાઠગની માયાજાળમાં 62 શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે જેમાં સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાંથી 62 શિક્ષકો દ્વારા ભુપેન્દ્ર ઝાલા ની વિવિધ સ્ક્રિમ અંતર્ગત રોકાણ કરવામાં આવ્યું છે.ભુપેન્દ્ર ઝાલાના રિમાન્ડ દરમિયાન શિક્ષકોના મોટાપાયે રોકાણનો થયો ખુલાસો થયો છે.શિક્ષકો બધા પાસે રોકાણ કરાવતા હોવાની વાત સામે આવી છે.