સાબરકાંઠા BZ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. BZ કૌભાંડ હવે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે. તલોદ માર્કેટયાર્ડ ચેરમેનના નામે CIDમાં નનામીઅરજી મળી છે. CID ક્રાઈમના પરિક્ષિતા રાઠોડને અરજી કરાઈ છે. ચેરમેન સંજય પટેલે કરોડોની કમાણી કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
સાબરકાંઠામાં BZ કૌભાંડને લઇ હવે સ્થાનિક રાજકીય માહોલ ગરમ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. તલોદ માર્કેટ યાર્ડના ચેરમેનના નામે CID ક્રાઈમને નનામી અરજી કરાઇ છે. ચેરમેન સંજય પટેલે બીઝેડ ગ્રુપ મારફતે કરોડોની કમાણી કર્યાના આક્ષેપ કરાયા છે. આ સાથે ખેડૂતોના નામે ખોટા બીલો બનાવી બ્લેકના વ્હાઈટ પૈસાનો ખેલ કર્યાના આક્ષેપ પણ કર્યા છે.













