અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સરકારી સહાયના નામે બોગસ ઓપરેશનો કરીને કરોડોની કમાણી કરવાનું મસમોટું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ન માત્ર ગુજરાત બલ્કે દેશભરમાં હાલ આ મામલો ચર્ચાનો વિષય બની રહ્યો છે. 


PMJY નો દુરોપયોગ કરીને દર્દીઓના ખોટા ઓપરેશનો કરીને સરકાર પાસેથી સહાય પેઠે ખોટી રીતે પૈસા પડાવી લેવાના કૌભાંડથી આરોગ્ય તંત્ર પણ હચમચી ગયું છે. આ મામલાને ગંભીરતાથી લઈને સરકાર તપાસ કરી રહી છે. તેવામાં ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની બેઠકનો ધમધમાટ શરૂ થયો છે. ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે  આરોગ્ય મંત્રી સાથે CMની બેઠક યોજી છે. આ બેઠકમાં સમગ્ર ઘટનાની તપાસ અને રિપોર્ટ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. 

ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની બેઠક યોજી છે. PMJYના દુરપયોગ સામે સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા બાયપાસ સર્જરીની તપાસ રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવી રહ્યો છે.. હોસ્પિટલ ના સંચાલકો અને હોસ્પિટલ ના તબીબો સામે દાખલરૂપ સજા પર પણ ચર્ચા થવાની સંભાવના છે. આ બેઠક માં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, આરોગ્ય કમિશનર તેમજ પીએમજેવાયના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. જોકે  ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.

ખ્યાતિ હોસ્પિટલને લઈને ગુજરાત સરકાર આજે સતત બેઠકોનો દૌર ચલાવી રહી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે, ખ્યાતિ હોસ્પિટલના સમગ્ર પ્રકરણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અવગત કરાયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતનાઓની મળેલી બેઠકમાં વસ્ત્રાપુર પોલીસ મથકના પીઆઇ અને ડીવાયએસપી પણ ઉપસ્થિત રહ્યાં હતા. ખ્યાતી હોસ્પિટલ સામે પોલીસ કરેલી કામગ્રીરી અંગે અહેવાલ રજૂ કરાયો હતો. આ કેસમાં ગુજરાત સરકાર ખુદ ફરિયાદી બનીને પોલીસ ફરિયાદ નોંધાવશે.

  • Follow us on: