બનાસકાંઠામાં 108 એમ્બ્યુલન્સ ટીમની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લો ડુંગરીયાળ પ્રદેશ છે. અને આ ડુંગરીયાળ પ્રદેશમાં તાત્કાલિક સારવાર મળવી એ બહુ દુર્લભ માનવામાં આવે છે. હાલમાં 108ની ટીમે પ્રસૂતા મહિલાને તાત્કાલિક સારવાર આપતા ડુંગરની ઘાટીઓમાં સફળ રીતે બાળકનો જન્મ થયો. હાલમાં માતા અને બાળક બંને સુરક્ષિત છે. 108 ટીમની સત્વરે સેવા આપવાના સૂત્રના કારણે અનેક લોકોના જીવ બચ્યા છે.


મહિલના પ્રસવ પીડા ઉપડી

ડુંગરીયાળ વિસ્તાર એવા બનાસકાંઠાના પાંછા ગામની એક મહિલાને પ્રસવ પીડા ઉપડી. પરિવાર દ્વારા 108ને કોલ કરવામાં આવ્યો. ત્યારે કોલ મળતાં જ 108ની ટીમ સ્થળ પર જવા રવાના થઈ. પરંતુ ડુંગરીયાળ વિસ્તાર હોવાના કારણે અને માર્ગની યોગ્ય વ્યવસ્થા ના હોવાથી એમ્બ્યુલન્સ ટીમના ઈએમટી અને પાઇલોટ પગદંડી ખેડી પેસન્ટ સુધી પહોંચ્યા. 108ની ટીમ સ્ટ્રેચર અને જરૂરી સાધનો લઇ 1 કિલો મીટર ડુંગરાની પગદંડી ખેડી પ્રસૂતિ મહિલા દર્દી સુધી પંહોચી. ત્યાર બાદ મહિલાને સ્થળ પર જ ડીલેવરી કરાવવાની જરૂર જણાતા ઇએમટી અલકાબેને અમદાવાદના હેડ ઓફિસના તબીબના સંકલનમાં રહી પ્રસૂતાની સફળ ડીલેવરી કરાવી અને સુરક્ષિત રીતે બાળકનો જન્મ થયો.

ડીલીવરી બાદ હોસ્પિટલ ખસેડાયા

મહિલાની ડીલેવરી કરાયા બાદ નવજાત શીશુ અને તેની માતાને સહી સલામત રીતે 1 કિલોમીટર એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ચકાસણી માટે મહિલા અને બાળશીશુને સરકારી હોસ્પીટલ ખસેડાયા. અંબાજી 108ની ટીમે 1 કિલોમીટર જેટલો ડુંગર ખેડી મહિલાની સફળ પ્રસુતિ કરવાની ઘટના સામે આવતા સ્થાનિકો સહિત પ્રશાસન દ્વારા તમામની પ્રશંસા કરવામાં આવી હતી.

અનેક વખત લોકોના જીવ બચાવ્યા

રાજ્યભરમાં સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ નિઃશુલ્ક 108 એમ્બ્યુલન્સ સેવાએ અનેક વખત લોકોના જીવ બચાવ્યા છે. ખાસ કરીને ગરીબો અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો માટે 108 એમ્બ્યુલન્સ સેવાથી આર્શીવાદરૂપ પુરવાર થઈ છે. તેમજ હાઈવે અને માર્ગો પર બનતી અકસ્માતની ઘટનામાં 108 સેવા મળતાં અનેક લોકો મોતના મુખમાંથી પાછા આવ્યા છે.


  • Follow us on: