ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી રહ્યું છે. તો સ્થાનિકો દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવતો હોય છે. ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવા માટે સરકાર દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટમાંથી ગોટાળો કરીને પોતાના ખિસ્સા ભરતા હોય છે.તો ઘણીવાર લાંચ રુશ્વત લઈને કામ કરતા હોવાનું અવારનવાર સામે આવતું રહે છે.લાંચ લેતા તેઓ ઝડપાઈ જતા હોય છે. સતત ભ્રષ્ટાચારથી લોકો ત્રાસી ગયા છે. તો બોટાદના ગઢડામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.


કોંગ્રેસે લગાવ્યો ગંભીર આરોપ

બોટાદના ગઢડામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લોકોએ લગાવ્યો હતો.ગઢડામાં કોંગ્રેસ દ્વારા નગરપાલિકામાં રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો કે,નગરપાલિકાના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે. નગરપાલિકા દ્વારા શહેરમાં ભૂગર્ભ, ડ્રેનેજ, ફિલ્ટર, પ્લાન્ટ સહિત વિવિધ કરેલ કામોમાં ભ્રષ્ટાચાર થયાનાં આક્ષેપો સાથે આવેદનપત્ર આપ્યું હતું. શહેરના લોકકલ્યાણના કામોમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.

કોંગ્રેસે બોલાવી રામધૂન

બોટાદ નગરપાલિકા દ્વારા લોક કલ્યાણના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો.તે આક્ષેપ સાથે કોંગ્રેસે રામધૂન બોલાવી આવી હતી.જેમાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો આવેદનપત્ર આપવા પહોચ્યા તે દરમિયાન ચીફ ઓફિસર સહિત જવાબદાર અધિકારી હાજર ન હતા. ગઢડા નગરપાલિકામાં જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાથી કોંગ્રેસના કાર્યકરો ચીફ ઓફિસરની ચેમ્બર સામે બેસીને રામધૂન બોલાવી હતી.

આંદોલનની ઉચ્ચારી ચિમકી

કોંગ્રેસે ગઢડા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા લાખો રુપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગંભીર આક્ષેપ લગાવીને તપાસની માંગણી કરી હતી. તેમજ તંત્રને જગાડવાનો પ્રયાસ કોંગ્રેસે કર્યો હતો. સમગ્ર મામલે જો તપાસ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.


  • Follow us on: