કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક આજે ગુજરાતની મુલાકાતે છે. પ્રદેશ કાર્યાલયે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે બેઠક કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદથી ગુજરાતના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. ગુજરાતમાં ભાજપના વચર્સ્વને ઘટાડવા પ્રતિસ્પર્ધિ વિપક્ષો એકજૂથ થાય તેવી ચર્ચાઓ થઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ પક્ષ અને કોંગ્રેસ હાથ મિલાવે તેવા સંકેતો મળી રહ્યા છે.


કોંગ્રેસને લોકોનું સમર્થન મળશે 

ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રભારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે લોકસભા ચૂંટણી બાદ સમય બદલાયો છે. હવે સ્થાનિક ચૂંટણીમાં પણ કોંગ્રેસ સારો દેખાવ કરશે. કોંગ્રેસને લોકોનું સમર્થન મળશે જ.ગુજરાતમાં AAP સાથે ગઠબંધન મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું કે સાથી પક્ષો સાથે ગઠબંધનનો નિર્ણય સ્થાનિક નેતાઓ કરશે.જો કે કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે. સ્થાનિક ચૂંટણીમાં સ્થાનિક નેતાઓની મહત્વની ભૂમિકા રહેશે. કયા પક્ષ સાથે ગઠબંધન કરવું તેનો નિર્ણય સ્થાનિક નેતાઓ લઈ શકે તેવા મુકુલ વાસનિકે સંકેત આપ્યા.

સ્થાનિક નેતાઓ લઈ શકે ગંઠબંધનનો નિર્ણય

રાજ્યમાં ઘણા સમયથી સ્થાનિક સ્વરાજ્યની તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીમાં સારો દેખાવ કરી શકાય તેને લઈને આજે મુકુલ વાસનિક ગુજરાત મુલાકાતે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે સંવાદ કરશે. કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે બેઠક થશે. મુકુલવાસનિકે જણાવ્યું કે લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અલગ પ્રકારની હોય છે. કોંગ્રેસ પહેલા જ સ્થાનિક સ્વરાજની ચુંટણી ની તૈયારીઓ શરૂ કરી હતી. સ્થાનિક સ્તરે આ ચૂંટણી વધુ મહત્વ ધરાવતી હોવાથી જે તે વિસ્તારમાં સ્થાનિક સંગઠનની માંગ મુજબ ગઠબંધનનો નિર્ણય લેવામાં આવશે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય નેતાઓ નિર્ણય લેતા હોય છે પરંતુ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં સ્થાનિક નેતાઓ નિર્ણય લેશે.

  • Follow us on: