કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાંજ કોંગ્રેસ મોટો ધડાકો કર્યો. કોંગ્રેસના એક સ્ટીંગ ઓપરેશનમાં ભાજપ ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા લાખોની ઓફર કરતા હોવાના કેમેરામાં કેદ થયા. આ મામલો સામે આવ્યા બાદ હવે કોંગ્રેસ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરશે.


કોંગ્રેસનું સ્ટીંગ ઓપરેશન

કચ્છમાં મુન્દ્રા તાલુકા પંચાયતની મોટી ભુજપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ભાજપ દ્વારા ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો.તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો.ભુજપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રતન ભાઈ શાખરાને ફોર્મ પરત ખેંચવા માટે ભાજપના સ્થાનિક નેતા દ્વારા લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી. સ્થાનિક નેતાએ રતનભાઈને ચૂંટણીમાંથી હટી જવા માટે 3.51 લાખની ઓફર કરી. ભાજપના સ્થાનિક નેતા કોંગ્રેસ ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ કરતા હોવાનું કેમેરામાં કેદ થયું.

આ ઘટના બાદ કોંગ્રેસ હવે આકરા તેવર બતાવ્યા છે. ભુજમાં કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી મોટો ખુલાસો કર્યો.કોંગ્રેસ ઉમેદવારને દબાવવા અને પ્રલોભનો આપવા મામલે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી પગલાં લેવાની માંગ કરાશે.

તટસ્થ તપાસની કોંગ્રેસની માંગ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જો કે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં અનેક સ્થાનો પર કોંગ્રેસ ઉમેદવાર ગુમ થવા તેમજ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા. દરમ્યાન કોંગ્રેસે ભાજપ તેમના ઉમેદવારોને પ્રલોભનો અને દબાણ કરતી હોવાની વાત સાબિત કરવા એક સ્ટીંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં મોટો ઘટસ્ફોટ થયો.કોંગ્રેસના સ્ટિંગ ઓપરેશનમાં ભૂજના સ્થાનિક ભાજપના ઉમેદવાર નારણ શાખરા અને માણેક ગેલવા કોંગ્રેસ ઉમેદવારને લાખો રૂપિયાની ઓફર કરતા હોવાના કેમેરામાં કેદ થયા.આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસએ માંગ કરી.

ભચાઉમાં 21 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાતા કોંગ્રેસે બાકીના ઉમેદવાર બચાવવા સ્ટીંગ ઓપરેશન હાથ ધર્યું.સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 66 નગરપાલિકામાંથી 3 નગરપાલિકામાં ભાજની જીત લગભગ નક્કી માનવામાં આવે છે.

  • Follow us on: