રાજ્યમાં વિદેશી દારૂ ઘૂસાડવાના અવાર નવાર નવા કિમયાઓ બુટલેગરો અપનાવી રહ્યા છે. અનેકવાર ગુજરાતની બોર્ડર પરથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઘૂસાડવામાં આવી છે અને અનેકવાર પોલીસ બુટલેગરોને પકડે છે. તેવામા કચ્છના ભચાઉમાં 25 લાખનો વિદેશી દારુ ઝડપાયો છે.


મળતી માહિતી મુજબ, કચ્છના ભચાઉમાં લાકડિયા પાસે ચોખાની આડમાં લઇ જવાતો દારુનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો છે. LCBએ બાતમીના આધારે હોટલના પાર્કિંગમાંથી દારુ સાથે 4ને ઝડપી પાડ્યા છે. આ વિદેશી દારૂનો વેપલો અવાર નવાર પોલીસને ચેલેન્જ ફેંક્તા પોલીસે લાલઆંખ કરીને આખરે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. દારૂની હેરાફેરીમાં ઝડપાયેલા આરોપી પૈકી એક આદિપુર ATM લૂંટમાં પકડાયો હતો. પોલીસે વાહનમાંથી વિદેશી દારુની 300 પેટી જપ્ત કરી છે.

ભચાઉના લાકડિયા પાસે ટ્રેઇલરમાં ચોખાની આડમાં 25 લાખનો દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી.  લાકડિયા નજીક ધોરીમાર્ગ પાસે આવેલી એક હોટેલના પાર્કિંગમાંથી ચોખાની બોરીની આડમાંથી પોલીસે 24-25 લાખના અંગ્રેજી શરાબ સાથે ચાર શખ્સને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાંથી એક શખ્સ અગાઉ આદિપુરમાં એટીએમ લૂંટ કાંડમાં ઝડપાયો હતો. પોલીસે વાહનમાંથી જુદી-જુદી ત્રણ બ્રાન્ડની દારૂની 300થી વધુ બોટલોની પેટ્ટી LCBએ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: