રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં હાલ કોરોનાના 461 એક્ટિવ કેસ છે. તો છેલ્લા 24 કલાકમાં નવા 64 કેસ નોંધાયા છે. તો આ તરફ, 20 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને 441 દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ, અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.
કોરોના કેસનો પગ પેસારો
અમદાવાદમાં જે રીતે કોવિડના કેસની સંખ્યા વધી રહી છે. તેને જોતા લાગી રહ્યુ છે કે, લોકોએ હવે કોરોના નિયમ પાળવો જોઇએ. અસારવા વિસ્તારની સિવિલ હોસ્પિટલમાં 4 દર્દી દાખલ કરવામાં આવ્યા છે. તો કોરોના સંક્રમિત 8 મહિનાનું બાળક ઓક્સિજન પર સારવાર લઇ રહ્યુ છે. 37 વર્ષીય એક મહિલા કોરોનાની ઝપેટમાં આવી હોવાનું પણ સામે આવ્યુ છે. 74 અને 44 વર્ષીય બે પુરુષ દર્દી ઓક્સિજન પર સારવાર લઇ રહ્યા છે. 4 કોરોનાના દર્દી ઓક્સિજન પર હેઠળ રાખવામાં આવ્યા છે.
કોરોના ચિંતાનો વિષય
કોરોનાના વધતા કેસ વચ્ચે સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે. જેમાં કોરોનાથી બચવા માટે નિયમો સુચવવામાં આવ્યા છે. લોકોથી અંતર રાખવુ, માસ્ક પહેરવુ, સ્વચ્છતા જાળવવી વગેરે. રાજ્યની સાથે દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા દિન-પ્રતિદિન વધી જ રહી છે. કેરળ અને દિલ્હીમાં કોવિડ કેસમાં નોંધપાત્રો વધારો જોવા મળ્યો છે.