સમગ્ર દેશમાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો કેટલાક લોકો ઘરે જ આઇસોલેટ થઇને સારવાર લઇ રહ્યા છે. આ વખતે કોરોનાના નવા વેરિયન્ટમાં દર્દીને શરદી, ઉધરસ તાવ જેવા લક્ષણો સિવાય ઝાડા થવા ગળામાં બળતરા થવી આંખો દુખવી માથાનો દુ: ખાવો જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.
30મેના રોજ મહારાષ્ટ્રમાં 84 નવા કોરોનાના મામલા સામે આવ્યા
30મેના રોજ મહારાષ્ટ્રમાં 84 નવા કોરોનાના મામલા સામે આવ્યા છે. આ રાજ્યમાં કોરોનામાં દર્દીઓની સંખ્યા 681એ પહોંચી છે. કેરળમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સૌથી વધારે જોવા મલી રહે છે. કેરળમાં કુલ દર્દીઓ 1,147 નોંધાઇ ચુક્યા છે.
ઝારખંડમાં 2 નવા કેસ આવતા 3 એક્ટિવ કેસ થઇ ગયા છે
ઝારખંડમાં 2 નવા કેસ આવતા 3 એક્ટિવ કેસ થઇ ગયા છે. રાજધાની દિલ્હીમાં કોરાનાથી પહેલુ મોત થયુ છે જેમાં 60 વર્ષની મહિલાની પેટની સર્જરી કરવામાં આવી હતી. આ મહિલાનું કોરોનાથી મોત થયુ છે. જો કે મીડિયા રિપાર્ટ અનુસાર તો મોત પહેલા કોરોનાના કોઇ લક્ષણ જોવા મળ્યા નહોતા. રાજધાનીમાં કોરોનાના કુલ કેસ 294 થયા છે.
જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું છે કે ગભરાશો નહી તંત્ર સંપૂર્ણ પણે કોરોના સામે બાથ ભિડવા સજ્જ છે. ભારતમાં હાલ કોરાનાના કેસ 2,710 પહોંચી ગયા છે આ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સ્થિતિ વણસે નહી એ હેતુ થી હોસ્પિટલોમાં બેડ તૈયાર કરી કોરોનાની કીટ તૈયાર કરવામાં આવી છે. દવાઓ, પ્રાથમિક સુવિધા અને સાધનોનો જથ્થો ખરીદી લેવામાં આવ્યો છે જેથી કરીને કોઇ પણ પરિસ્થિતિને નીવારી શકાય.
મહારાષ્ટ્રમાં કોરોનાની સંખ્યાંમાં ઉછાળો
મહારાષ્ટ્રમાં કોરોનાની સંખ્યા વધીને 681 થઇ ચુકી છે. મોટા ભાગના દર્દીઓમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. આરોગ્ય વિભાગ આંકડાઓ સતત અપડેટ કરી રહ્યુ છે અને કહી રહ્યુ છે કે હૈયે ધરપત રાખજો સ્થિતિ પર કાબૂ છે.