દેશમાં કોરોનાના મામલો વાયુ વેગે વધી રહ્યા છે. ફરી લોકોમાં ડરનો માહોલ પેદા થયો છે. ત્યારે સરકારે જનતા માટે ગાઇડલાઇન બહાર પાડી છે. અને સતર્ક રહેવા જણાવ્યુ છે. ભીડમાં કામ સિવાય ન જવું, માસ્ક પહેરવુ અને સ્વચ્છતા જાળવી વગેરે જેવા સુચનો કરવામાં આવ્યા છે. હાલમાં દેશભરમાં કોરોનાની સંખ્યા 1200ને પાર થઇ ગઇ છે. સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે. અહીં 430 કેસ સામે આવ્યા છે. તો મહારાષ્ટ્રમાં 208 કેસ જોવા મળ્યા છે. કોરોનાના વધતા કેસનું સૌથી મોટું કારણ JN.1 વેરિઅન્ટ છે. તે ઓમિક્રોનનો સબ-વેરિઅન્ટ છે.


વિવિધ રાજ્યમાં કોરોનાનો કહેર

કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટકમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. જેના કારણે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંના રાજ્યોમાં 100થી વધુ કેસ સામે આવ્યા છે. જેના કારણે લોકોને સચેત રહેવા અપીલ કરાઇ છે. સૌથી ઓછા કેસ એટલે કે અરુણાચલ પ્રદેશમાં માત્ર 1 વ્યક્તિ કોરોના પોઝિટીવ છે. કોરોનાના વધતા કહેર માટે JN.1 વેરિઅન્ટ જવાબદાર છે. જે ઓમિક્રોનનો સબ-વેરિઅન્ટ છે.

પંજાબમાં એક કોરોના દર્દીનું મોત

પંજાબના ચંદીગઢમાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત થયુ છે. સેક્ટર-32માં આવેલી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ લુધિયાણાના 40 વર્ષીય વ્યક્તિનું મોત થયુ છે. તેને શ્વાસ લેવામાં તકલીફ પડતા હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.

નવા વેરિઅન્ટ વિશે શું છે માહિતી ?

JN.1એ ઓમિક્રોનના BA.2.86નું એક સ્ટ્રેન છે. તેને પિરોલા પણ કહેવામાં આવે છે. તેમાં લગભગ 30 મ્યુટેશન છે. જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. કોરોનાના વધતા નવા કેસ અંગે AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે, કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ JN.1 સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે. આ વેરિઅન્ટમાં કેટલાક મ્યુટેશન છે. જેના કારણે તે વધુ ચેપનું કારણ બને છે.

ICMRએ શું કહ્યું?

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRના ડિરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે કહ્યું કે કોરોના કેસ જે હાલમાં નોંધવામાં આવ્યા છે તે ખૂબ ગંભીર નથી. ભારતમાં કોવિડ વધી રહ્યો છે. પરંતુ ચિંતા કરવાની કોઈ જરુરી છે. અમે તેના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.

  • Follow us on: