ગાંધીનગર તાલુકાના ડભોડા ખાતે રહેતો યુવાન છત્તીસગઢ ખાતે સીઆરપીએફમાં 11 વર્ષ પહેલા જોડાનારા ભરતસિંહ રણજીતસિંહ બિહોલા નામનો 30 વર્ષીય યુવક ફરજ દરમિયાન આકસ્મિક અવસાન થતા ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આજે શહીદ જવાનનો મૃતદેહ છત્તીસગઢથી વાયા રાયપુર થઈને ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો.


સ્મશાન ગૃહને તિરંગા અને પુષ્પોથી શણગારવામાં આવ્યું

અમદાવાદથી મૃતદેહને ડભોડા ગામ ખાતે માદરે વતન લાવવામાં આવતા જનસેલાબ ઉમટી પડ્યો હતો, હજારોની સંખ્યામાં જવાનને સલામી અને દર્શન માટે લોકો ઊમટી પડ્યા હતા અને પુષ્પ પથરાવીને જવાનને સલામી આપવામાં આવી હતી. ગામના તમામ રસ્તાઓ તિરંગાથી સજાવવામાં આવ્યા હતા. સ્મશાન ગૃહને તિરંગા અને પુષ્પોથી શણગારવામાં આવ્યું હતું. ભરતસિંહ બિહોલા સીઆરપીએફમાં જોડાયા બાદ જમ્મુ, દિલ્હી અને છત્તીસગઢ ખાતે ફરજ બજાવી હતી. મંગળવારે ફરજ દરમિયાન આકસ્મિક અવસાન થતાં શહીદ વીર જવાનના પરિવારમાં તેમજ ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો હતો, આજે માદરે વતનમાં શહીદ CRPF જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


  • Follow us on: