સુરતમાં ગત 27 મેના રોજ ઉધના પોલીસે વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. વાહન ચેકિંગ દરમિયાન સુરત પોલીસે એક મોપેડ રોક્યું હતું.જેમાં સાયબર ફ્રોડનો ખુલાસો થયો હતો અને આરોપીની ધરપકડ કરી હતી.તેમની પાસેથી સાયબર કૌભાંડના ઓનલાઈન છેતરપિંડીના ઈન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ થયો હતો. જે ગુજરાતમાં સૌથી મોટા સાયબર ફ્રોડ મામલે પોલીસે ખુલાસો કર્યો છે. જે મામલે ઘટસ્ફોટ કરતા ઉધના પોલીસને કૌભાંડમાં 164 બેન્ક એકાઉન્ટ મળી આવ્યા હતા.
ઉધના પોલીસની તપાસમાં મોટો ખુલાસો
ઉધના પોલીસને માત્ર 6 મહિનામાં 89 બેંક એકાઉન્ટમાંથી કુલ 1,445 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા. આરોપીઓ લોકોના બેન્ક એકાઉન્ટ ખોલવાના નામે દસ્તાવેજો લેતા હતા. તેમજ અપૂરતા પુરાવા ન હોવાને લીધે બેન્ક એકાઉન્ટ નહી ખુલે તેમ જણાવીને તે પુરાવાના આધારે બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા. બેંક એકાઉન્ટ ધારકની જાણ બહાર તે ખાતામાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. જોકે, ઉધના પોલીસની તપાસમાં મોટો ખુલાસો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઉધના પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ
ઉધના પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી સૌથી મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જે મામલે પોલીસને બીજા 164 એકાઉન્ટ મળ્યા હતા, જેમાંથી પોલીસ તપાસ દરમિયાન મળી આવેલા 164 પૈકી 89 બેન્ક એકાઉન્ટ RBL બેન્કના હોવાનું સામે આવ્યું હતું.જ્યારે ઉધના પોલીસને હજુ પણ 76 બેન્ક એકાઉન્ટની તપાસ કરવાની બાકી છે. જેની તપાસ કરાતા વધુની વિગતો સામે આવશે. અને કેટલા નાણાંનું ટ્રાન્ઝેક્શન કર્યું તે સામે આવશે.