- દરેક વખતે વાવાઝોડાના નામ રાખવામાં આવે છે
- ‘અસના’ નામ પાકિસ્તાન દ્વારા સૂચવવામાં આવેલ છે
- વિશ્વ હવામાન સંસ્થાના નિર્દેશ દ્વારા નામ રખાય છે
આ વખતના વાવાઝોડાનું નામ ‘અસના’ રખાયું છે. આ નામ પાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યું છે. ચાલો તમને જણાવી દઈએ તેનો અર્થ શું છે.
દરેક વાવાઝોડાનું નામ હોય છે અને તમે ના સાંભળ્યા હોય તો જણાવી દઈએ કે ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લૈરી જેવા નામો પણ વાવાઝોડાના રાખવામાં આવ્યા હતા. આ વખતના વાવાઝોડાનું નામ અસના રખાયું.
બધા દેશો સાથે મળીને આ નામકરણ કરે છે
તમારા મનમાં આવો પ્રશ્ન ઉભો થયો જ હશે કે આ વાવાઝોડાના નામ કેવી રીતે આપવામાં આવે છે. તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે બધા દેશો સાથે મળીને આ નામકરણ કરે છે. જેમાં અલગ અલગ નામો પહેલાંથી જ આપી દેવાયા હોય છે. આ નામકરણ માટે સંગઠન પણ બનાવવામાં આવ્યું છે. જેમાં વિવિધ દેશોનો સમાવેશ પણ કરાયો છે.
2004ના વર્ષમાં જે પણ દેશો દરિયાકિનારાની સરહદ ધરાવે છે તે આઠ દેશોની વચ્ચે એક કરાર કરવામાં આવ્યો. આ દેશોમાં જોવા જઈએ તો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ઓમાન અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. વિવિધ દેશના નામ પહેલાં અક્ષર અનુસાર તેમનો ક્રમ નક્કી થાય છે. તે ક્રમના આધારે જે દેશ વાવાઝોડાનું નામ સૂચવે છે.
2019માં ભારતે વાયુ નામનું સૂચન કર્યું હતું
ભારતને કોરોનાની કટોકટીમાં ચક્રવાતનો સામનો કરવો પડ્યો હતો, ભારતીય હવામાન વિભાગ દ્વારા 2021માં વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી. અરબી સમુદ્રમાં ચક્રવાતનું દબાણ બની જતાં 16 મેના રોજ ‘ચક્રવાત’ નું રૂપ ધારણ કર્યું હતું. આ 2021નું પહેલું ચક્રવાત છે, જેને મ્યાનમાર દ્વારા ‘ટૌકટે’ નામ આપવામાં આવ્યું હતું. જેનો અર્થ ‘ગેકો’ છે એટલે કે ગરમ વાતાવરણમાં મળતી ઘરેલું ગરોળી’ છે. જેના પરથી મ્યાનમારે આ નામ સૂચવ્યું છે.
2019 માં અરબ સાગર તરફથી વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું હતું તેનું નામ વાયુ રાખવામાં આવ્યું હતું. આ નામ ભારત દ્વારા આપવામાં આવ્યું હતું.