દાદરા નગર હવેલીના સાયલી નજીક ઝાડ સાથે બસ ધડાકાભેર અથડાlતા અકસ્માતનો બનાવ બન્યો હતો. અકસ્માતની ઘટનામાં 20થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
દાદરાનગર હવેલીના સાયલી નજીક ઉમરકૂઇ ગામની કંપનીમા વર્કરોને લઈને જઈ રહેલ બસને અકસ્માત નડ્યો છે. અકસ્માતમા 20થી વધુ વર્કરો ઘાયલ થયા છે. ઘટના બનતા સાયલી પોલીસ અને 108એમ્બ્યુલન્સ સેવામા મારફતે કામદારોને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. સાંકડા રસ્તાને કારણે સામેથી આવતા વાહનને બચાવવાના પ્રયાસમાં ઝાડ સાથે બસ ધડાકાભેર અથડાઈ હતી. ડ્રાઇવર સહિત બસમા સવાર વર્કરો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.













